શક્તિ વાવાઝોડું આગામી 24 કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘શક્તિ’ સક્રિય થઈ ગયું છે અને એ આગામી 24 કલાકમાં વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એવી ગંભીર સંભાવના ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ચાલુ ચોમાસાની સિઝનનું ભારતીય ઉપમહાદ્વીપનું આ પ્રથમ વાવાઝોડું છે, જે ભારતીય કિનારાઓથી દૂર જશે, પરંતુ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થતાં માછીમારો અને દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઈંખઉના બુલેટિન મુજબ, 3 ઓક્ટોબરના 11.30 કલાકે આ વાવાઝોડાએ છેલ્લા છ કલાકમાં 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ર્ચિમ-દક્ષિણ પશ્ર્ચિમ તરફ ગતિ કરી છે. ‘શક્તિ’ હાલમાં ચક્રવાતી તોફાનની શ્રેણીમાં છે, જેની મહત્તમ પવનની ગતિ 65-75 કિમી પ્રતિ કલાક અને ઝાપટાંની ગતિ 85 કિમી પ્રતિ કલાક છે.
IMDની આગાહી મુજબ, 4 ઓક્ટોબરની સાંજથી 6 ઓક્ટોબરની સવાર સુધીમાં ઉત્તરપશ્ર્ચિમ અરબ સાગર પર પવનની ગતિ 100થી 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેમાં ઝાપટાંની ગતિ 125 કિમી પ્રતિ કલાક સુધી જવાની શક્યતા છે. વાવાઝોડાની દિશા શરૂઆતમાં પશ્ર્ચિમ-ઉત્તર પશ્ર્ચિમ અને પછી પશ્ર્ચિમ-દક્ષિણ પશ્ર્ચિમ તરફની છે. હાલ વાવઝોડું દ્વારકાથી લગભગ 470 કિમી પશ્ર્ચિમમાં, નલિયાથી 470 કિમી પશ્ર્ચિમ-દક્ષિણ પશ્ર્ચિમમાં, કરાચીથી 420 કિમી પશ્ર્ચિમમાં કેન્દ્રિત છે.
5 ઓક્ટોબર સુધીમાં એ મધ્ય અરબ સાગરના ભાગોમાં પહોંચી જશે, જોકે આ વાવાઝોડું દરિયામાં જ ગહન બનીને આગળ વધશે, પરંતુ એની અસર ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર અનુભવાશે.



