ગુજરાત ATS, NCB અને નેવીની ટીમે મધદરિયે ઓપરેશન પાર પાડી 500 કિલો ડ્રગ્સ ઝડપ્યું
છ જેટલા ઇરાની શખ્સો નશીલા પદાર્થ સાથે ઝડપાયા
9 મહિનામાં 3,700 કિલોથી વધુનો જથ્થો ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદરના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATS, ATS, NCB અને નેવીની ટીમે મધદરિયે ઓપરેશન પાર પાડી 500 કિલો ડ્રગ્સ સાથે છ જેટલા ઇરાની શખસોને ઝડપી પાડ્યા છે. પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી NCBની ટીમને મળી હતી.
બાતમીના આધારે દિલ્હી NCBની ટીમે નેવીનો સંપર્ક કરીને એક ઓપરેશન મોડી રાતે હાથ ધર્યું હતું. જેમાં મધદરિયે એક બોટને આંતરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ગુજરાત અઝજની ટીમ અને ગુજરાત ગઈઇના કેટલાક અધિકારીઓ પણ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 મહિનામાં પોરબંદરના દરિયામાંથી 3,600 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.
મધદરિયે એક બોટમાંથી કરોડોની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સી દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દિલ્હીની ટીમને કેટલાક મહત્ત્વપૂર્ણ ઈનપુટ મળ્યા હતા. જેમાં ગુજરાતના દરિયામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે એક બોટ આવવાની બાતમી મળી હતી. જેના આધારે તેને આંતરવા માટે NCB દિલ્હીની ટીમે નેવીની મદદ લીધી હતી.
ગુજરાતના સમુદ્રમાં ડ્રગ્સનો મોટો જથ્થો આવી રહ્યાની બાતમી આધારે નેવી,ATS, NCB દ્વારા ગત રાત્રિના ખાસ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં છ જેટલા ઇરાની શખસો નશીલા પદાર્થ સાથે સુરક્ષા એજન્સીના સંકજામાં આવી ગયા હતા અને તેમને પોરબંદરના ઓલ વેઘર પોર્ટ ખાતે લાવામાં આવ્યા હતા. ત્યાંથી કડક સુરક્ષા બંદોબસ્ત સાથે SOGની ઓફિસ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
ગઈકાલે મોડી રાતથી ચાલેલા ઓપરેશનમાં 500 કિલોથી વધુ ડ્રગ્સ પકડાયું હોવાની વિગતો હાલ જાણવા મળી રહી છે. હજુ સત્તાવાર રીતે આ મામલે કેન્દ્રીય એજન્સીએ જાહેરાત કરી નથી.
- Advertisement -