હોટેલ બુકિંગ તથા ઓનલાઈન શોપિંગ કરવા જતા અરજદારો સાથે ફ્રોડ થયો હતો
ખાસ-ખબર સંવાદદાતા
ઓનલાઇન ફ્રોડના બનાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ દ્વારા મળેલી અલગ અલગ અરજી અંગે તપાસ કરી અરજદારોના બેંક એકાઉન્ટ તપાસી એકાઉન્ટ ફ્રીઝ કરી અલગ અલગ ચાર અરજદારોને કુલ 65,000થી વધુની રકમ પરત અપાવવામાં આવી છે. ગાંધીગ્રામ પોલીસને અલગ અલગ બે અરજી મળી હતી.
- Advertisement -
જેમાં એક કેસમાં વત્સલ પટેલે ઓનલાઈન હોટેલ બુક કરવા માટે ગુગલમાંથી નંબર સર્ચ કર્યા હતા. તેમાં બુકિંગ માટે 40 હજાર ભર્યા. ત્યારબાદ રિસિપ્ટ ન આવતા ફ્રોડ થયાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશમાં નોંધાવી તે મૂળ રકમ પોલીસે અરજદારને પરત અપાવી જ્યારે અન્ય એક ઘટનામાં ઓનલાઈન શોપીંગ કરવા જતા રવિ ધાધણીયાએ યુ ટ્યુબમાં આવેલી જાહેરાતમાં 25 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા પરંતું ઓર્ડર ન આવતા ફ્રોડ થયાની અરજી કરી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર એમ.જી.વસાવા અને ટીમે બન્ને અરજદારોને મૂળ રકમ પરત અપાવી હતી.