રાજકોટમાં CAનો અભ્યાસ કરતી યુવતીના નગ્ન ફોટા વાયરલ કર્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
રાજકોટમાં ઈઅનો અભ્યાસ કરતી યુવતીને ભણીગણીને પરિવારનું નામ રોશન કરવું હતું, પણ એક ઘટનાએ તેના જીવતરને ઝેર કરી દીધું છે. સ્ટડીની સાથે સાથે નવરાશની પળોમાં યુવતી ઙઞઇૠ ગેમ રમતી હતી. એક વખત તેના મોબાઈલમાં ‘શેડો ડેડ’ નામથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, જે તેણે એક્સેપ્ટ કરી હતી. એ વખતે યુવતીને જરાય અંદાજ નહોતો કે આ સિલસિલો ન્યૂડ કોલ પર જઈને અટકવાનો છે, જે તેની જિંદગીને બરબાદ કરી નાખશે. જોકે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતાં રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી અને આખરે યુવતીની જિંદગી બરબાદ કરનાર દિલ્હીના શખસ સચિન યાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટમાં રહેતી અને ઈઅનો અભ્યાસ કરતી યુવતી ચાર વર્ષ પૂર્વે મોબાઈલમાં ઙઞઇૠ ગેમ પણ રમતી હતી. દરમિયાન તેને ‘શેડો ડેડ’ નામથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જેને એક્સેપ્ટ કરી હતી, જોકે રિક્વેસ્ટ મોકલનાર યુવકનું સાચું નામ સચિન યાદવ હતું અને તે વેસ્ટ દિલ્હીના મંગોલપુરી સોસાયટીમાં રહેતો હતો. ઙઞઇૠ ગેમમાં વચ્ચે વાતચીત બાદ સચિન યાદવે ફેસબુક આઇડી પર રિક્વેસ્ટ મોકલી હતી લાંબી વાતચીત બાદ યુવતીને સચિન પર ભરોસો જતાં નંબર આપ્યા હતા જેના પર બંને રોજ કલાકો સુધી વાતો કરતાં અને બંને વચ્ચે વીડિયો કોલ પર વાત થવા લાગી હતી એક દિવસ સચિને યુવતીને વીડિયો કોલમાં નિર્વસ્ત્ર થવા કહ્યું, આથી યુવતીએ આ વાતની સચિનને ચોખ્ખી ના પાડી દીધી હતી. આમ છતાં સચિનએ ડિમાન્ડ ચાલુ જ રાખી હતી ન્યૂડ ચેટનો ક્યાંય દુરુપયોગ નહીં કરું એવી વાતો કરી સચિને યુવતીને વિશ્વાસમાં લેતા યુવતી સચિન યાદવ સામે નિર્વસ્ત્ર થઈને વીડિયો ચેટ કરવા લાગી હતી રાત-દિવસ ગમે તે સમયે યુવતીને ન્યૂડ વીડિયો ચેટ કરવા ફોર્સ કરવા લાગ્યો હતો જેથી તેના નંબર અને વ્હોટ્સઅપ બ્લોક કરી દીધા હતા સચિન યાદવે યુવતીને ફેસબુકમાં મેસેજ મોકલ્યો હતો કે જો તું મારી સાથે વાત નહીં કરે, મારી ઈચ્છા નહીં સંતોષે તો અત્યાર સુધી આપણે જેટલી વખત ન્યૂડ વીડિયો ચેટ કરી છે એ તમામ વીડિયો-ક્લિપ વાઇરલ કરી નાખીશ. મેં તમામ વીડિયો સેવ કરી રાખ્યા છે. તેના સ્ક્રીનશોટ પણ લઈ લીધા છે. આ ધમકી બાદ યુવતીએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ સચિનને બ્લોક કરી દીધો હતો.
સચિને યુવતીના ફેસબુક ફ્રેન્ડ લિસ્ટમાંથી તેના સગા કાકાનું એકાઉન્ટ શોધી ફેસબુક મેસેન્જરમાં યુવતીના નિર્વસ્ત્ર સ્ક્રીનશોટ મોકલ્યા હતા, સાથે એવો મેસેજ કર્યો હતો કે જે ન્યૂડ ફોટા મોકલ્યા છે એ છોકરીને તમે ઓળખો છો? એ મારા ફ્રેન્ડ દાનીશની ગર્લફ્રેન્ડ છે. આવો મેસેજ મળતાં જ કાકા ચોંકી ઊઠ્યા હતા. તેમણે પોતાની ભત્રીજીને આ અંગે પૂછ્યું. કાકાની વાત સાંભળીને યુવતી રડવા લાગી હતી અને આખી આપવીતી જણાવતા મામલો રાજકોટ સાયબર ક્રાઈમમાં પહોંચ્યો હતો એસીપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે આરોપી સચિન યાદવ 31 વર્ષનો યુવક છે જે દિલ્હી ખાતે રહે છે અને કાંઈ કામધંધો કરતો નથી. તે ઘરમાં અને બહાર આંટાફેરા કરી આખો દિવસ ઙઞઇૠ ગેમ રમતો હતો પોલીસે દિલ્હી સુધી તપાસ કરી સચિન રાજેન્દ્રપ્રસાદ યાદવની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.