ખેડૂતો આનંદો! જીરૂના ભાવ રૂ.8200/20સલ એ પહોંચ્યા
આજે બેડી માર્કેટિંગ યાર્ડમાં છ હજાર ક્વિન્ટલ જીરુની આવક
- Advertisement -
જીરા એ જગતના તાતને કરાવ્યા જલસા. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે જીરાના પાકના હાઈએસ્ટ ભાવ મળ્યા હતા. 20 કિલો જીરૂના ભાવ 8200 રૂપિયા સુધી ખેડૂતોને મળ્યા હતા, જે અત્યાર સુધીના સર્વોચ્ચ ભાવ હોવાનું ખેતી નિષ્ણાંતો માની રહ્યા છે.
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે સવારે દૂરથી દૂરથી ખેડૂતો પોતાનો જીરાનો પાક લઈને પહોંચ્યા હતા. આજે બેડી માર્કેટિંગ યાર્ડમાં છ હજાર ક્વિન્ટલ જીરુની આવક થઈ હતી. બેડી માર્કેટિંગ યાર્ડમાં સવારના સમયે હરાજી થઈ હતી જેમાં ખેડૂતને ઊંચામાં ઊંચા જીરુના પાકના 20 કિલોના ભાવ 8200 રૂપિયા સુધી બોલાયા હતા જે ભાવ ખેડૂતોએ પણ ધાર્યા ન હતા. ગયા વર્ષે જે જીરુંના પાકના ભાવ 4500 થી 5000 રૂપિયા સુધી મળતા હતા તે જ જીરાના પાકના ભાવ આ વખતે 8000 રૂપિયા સુધી મળતા જગતનો તાત ખુશ ખુશાલ થઈ ગયો હતો.