ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગરપાલિકા હાલ જર્જરીત ઇમારતોને નોટિસ આપીને ઉતારી લેવામાં વ્સત છે. એવામાં એક તસ્વીર એવી સામે આવી છે શહેરનાં આઝાદ ચોક પાસે આવેલ મહાનગર પાલિકાનું સેવાસદન બિલ્ડીંગમાં પોપડા પડી ગયા હોય અને ભેજ લાગી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
મનપા શહેરનાં અનેક આસામીઓને જર્જરીત બિલ્ડીંગોને નોટીસ આપી ઉતારી લેવાની કામગીરી તો કરે છે. પણ જયારે મનપા સેવા સદનની કચેરીના એજી સ્કૂલ રોડ પર બહારના ભાગે પ્લાસ્તરના પોપડા ઉખડી ગયા છે જયારે અહીંથી દિવસભરમાં હજારો લોકો પસાર થાય છે તેવા સમયે મનપાએ બિલ્ડીંગનું સમારકામ કરવુ જરૂરી બન્યુ છે.