ગિરના રીસોર્ટમાં ધમધમતી દારૂની મહેફિલો પર ક્રાઇમ બ્રાન્ચનાં દરોડા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.18
ગીર પંથકના રિસોર્ટ ફાર્મ હાઉસોમાં ચાલતી દારૂની મહેફીલો સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ધોેંસ બોલાવી છે. ગતરાત્રીના સમયે ગીરપંથકના 2 રિસોર્ટ પર દરોડો પાડતા પોરબંદર, રાફફજકોટ, ધોરાજીના નશાખોરો દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાઇ આવતા તમામને જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
ગત રાત્રીના સમયે કઈઇ પી.આઈ એ.બી.જાડેજા, ઙજઈં એ.બી. સિંધવ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે સાસણ ગીર નજીક ચિત્રોડ ગામની સીમમાં આવેલ સ્વાગત રિસોર્ટમાં દરોડો પાડતા વિદેશી દારૂની મહેફિલ માણતા રિસોર્ટ સંચાલક પ્રશાંત જયસુખભાઈ ભટ્ટી રહે. જેતપુર, તેમજ વિઠ્ઠલભાઇ ડાયાભાઇ અમીપરા, બિપીન મોહનભાઇ, સહદેવસિંહ ચંદુભા જાડેજા અને મહેન્દ્ર દેવજીભાઇ ચૌહાણ ચારેય આરોપી રહે. રાજકોટ તેમજ રમેશભાઇ જાદવભાઈ વાંદરીયા, હિતેષભાઇ મેઘજીભાઇ બાદરશાહી, નારણભાઇ બાબુભાઇ સલેટ, નિલેશ માવજીભાઇ લોઢારી રહે.પોરબંદર વાળાઓને વિદેશી દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાઇ આવ્યા હતા.
સાંગોદ્રા ગામના પાટિયા નજીક બોરવાવ ગીર ગામની સીમમાં આવેલી ધ ગીર પલ્સ નામના રિસોર્ટમાં દરોડો પાડતા રિસોર્ટ સંચાલક રબારી ભરત હાજાભાઈ, મુછાળ રબારી તેમજ તાલાલાના રબારી સુરેશ રામભાઇ કરમટા અને રિસોર્ટમાં નોકરી કરતો પરેશ મનસુખભાઈ કાલાવાડીયા વિદેશી દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાઇ આવ્યા હતા. આ બન્ને રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા તમામ નશાખોરો સહિત રિસોર્ટ સંચાલકો વિરુદ્ધ તાલાલા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના નોંધી તમામને જેલ હવાલે કરી કાર્યવાહી હાથ ધરી છે.



