સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોને ક્રેડીટ કાર્ડ આપવા સંસદીય સમિતિની ભલામણ
સંસદની સ્થાયી સમિતિએ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ અર્થાત નાના ધંધાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડની તર્જ પર એક ક્રેડીટ કાર્ડ આપવાની ભલામણ કરી છે. પેમેન્ટ સ્કોર માટે એક તંત્ર સ્થાપિત કરીને અને નાના વ્યવસાયીઓ માટે નિયમિત લોન સુધીની પહોંચ માટે સિડબીમાં મહત્વના સુધારાની વકીલાત કરી છે.
પૂર્વ નાણા રાજ્ય મંત્રી અધ્યક્ષ જયંત સિંહાની અધ્યક્ષતાવાળી સમિતિએ જણાવ્યું છે કે આ પ્રકારના મંચથી સમિતિએ જણાવ્યું છે કે 6.34 કરોડ એમએસએમઇમાં 40 ટકાથી ઓછાએ ઔચારિક નાણાકીય પ્રણાલી પાસેથી લોન લીધી છે. આ ક્ષેત્રમાં કામ કરી રહેલા ઉદ્યમોના બારામાં વિશ્વસનીય ડેટાની કમીના કારણે બેન્ક એમએસએમઇ ક્ષેત્રને લોન આપવા ઇચ્છુક હતા અને એટલા માટે એક એકિકૃત ડિજીટલ ઇકોલોજી સિસ્ટમ બનાવવાની આવશ્યકતા હતી. સમિતિએ સૂચન આપતા જણાવ્યું હતું કે જ્યારે આપ પોર્ટલ માટે સાઇન અપ કરો છો તો આપને ઓટોમેટિક રીતે એક ક્રેડીટ કાર્ડ મળશે જે વ્યાપાર માટે ક્રેડીટ કાર્ડ હોય. દરેક સંસ્થાન એ નક્કી કરી શકશે કે તે કેટલી મોટી લોન દેવા માગે છે. અને તેની સાથે જ તે આપનો પેમેન્ટ સ્કોર સ્થાપિત કરી શકશે. સમિતિનું કહેવું છે કે આ ન માત્ર એમએસએમઇને એક ઔપચારિક નાણા પોષણ સિસ્ટમમાં આવશે, બલ્કે તેની તત્કાલ નાણાં પોષણ જરુરિયાતને પણ પૂરી કરશે.


