રેસકોર્સમાં ચાર દિવસ ચાલનારા ક્રાફ્ટરૂટ્સ એક્ઝિબિશનનું યુપીના રાજ્યપાલે ઉદ્ધાટન કર્યું
22 રાજ્યના 25,000 જેટલા કલાકારોએ તૈયાર કરેલા 75થી વધુ ક્રાફ્ટ્સ એક્ઝિબિશનમાં પ્રદર્શિત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના રેસકોર્સના ગ્રાઉન્ડ ખાતે આજથી ક્રાફ્ટરૂટ્સ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન યુપીના ગવર્નર આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ એક્ઝિબિશનની અંદર દેશના અલગ અલગ વિસ્તારોમાંથી 22 રાજ્યોના 25,000 જેટલા કલાકારોએ તૈયાર કરેલ 75થી વધુ ક્રાફ્ટ્સ રાજકોટ એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં આનંદીબેને જણાવ્યું હતું કે, બેરોજગાર પતિને પણ ક્રાફ્ટકલાથી મહિલાઓ પગભર બનાવ્યા છે.
પીએમ મોદીનું સ્વપ્ન આવી ક્રાફટકલાથી જ સાકાર થાય છે. ખેડૂત કે કંપની પણ આટલી રોજગારી ન આપી શકે. ક્રાફટકલા જ રોજગારીનું ઉત્તમ માધ્યમ છે. પહેલા મહિલાઓ તેમની દીકરીઓને ભણાવવાના સ્થાને તેના લગ્ન કરાવી દેતા હતા. આજે આ મહિલાઓ પોતાના સંતાનોને ભણાવે પણ છે અને કલા શીખડાવે પણ છે. આ હસ્તકલા પ્રદર્શન ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવાની સાથે કારીગરોને ટેકો આપીને આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપે છે. આ પ્લેટફોર્મ દરેક લોકો સાથે કામ કરે છે. અમે 22 રાજ્યોના ક્રાફ્ટ સાથે જોડાયેલા છીએ. 85થી વધુ ક્રાફ્ટરૂટ્સના એક્ઝીબિશન ભારત તથા વિદેશમાં થયા છે.
- Advertisement -
સંસ્થા સાથે દેશના 25 હજારથી વધુ લોકો જોડાયેલા છે
હાલ આ સંસ્થા સાથે દેશભરમાંથી 25000થી વધુ લોકો જોડાયા છે. તેનો ગર્વ છે. ક્રાફ્ટરૂટ્સ સંસ્થામાં ઘણા બધા વોલીયન્ટર્સ જોડાયા છે. 20 થી વધુ ડિઝાઇનીંગ સ્કૂલો સાથે જોડાયેલા છીએ. તેના 200થી વધુ ઇન્ટરસની એપ્લીકેશન આવતી હોય છે. દર વખતે એક્ઝિબિશનમાં કારીગરો 70થી 75 લાખ રૂપિયાનું વેંચાણ થાય છે.