ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
સેવા સહકાર ટ્રસ્ટ રાજકોટ ક્રિકેટપ્રેમીઓના ઉત્સાહ અને ઉમંગ માટે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરતું આવ્યું છે અને તેના ભાગરૂપે આ વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આગામી તા. 11 મેથી તા. 25 મે સુધી શહેરના રાજકોટ જિમખાના શાસ્ત્રી મેદાન ખાતે કરવામાં આવ્યું છે અને ટ્રસ્ટ દ્વારા સમગ્ર જાહેરજનતાને ઓપન રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટ નિહાળવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
- Advertisement -
ટ્રસ્ટ તથા આયોજક કમિટીના નેજા હેઠળ જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવી છે જેમાં ગ્રાઉન્ડ કમિટી, સ્ટેજ કમિટી, સોશ્યલ મિડીયા-પ્રેસ કમિટી, સિક્યુરિટી કમિટી, સ્વાગત કમિટી, મંડપ કમિટી, લાઈટ એન્ડ સાઉન્ડ કમિટી, મેચ કમિટી વિગેરેની રચના કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ દરમિયાન કુલ 64 ટીમ ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં નોકઆઉટ પદ્ધતિથી પ્રથમ રાઉન્ડના મેચ રમાડવામાં આવશે અને દરેક મેચ 10-10 ઓવરના રહેશે જેમાં બે ઓવર પાવર પ્લેની રહેશે તથા સેમિફાઈનલ તથા ફાઈનલ મેચ 12 ઓવરનો રહેશે, જેમાં ત્રણ ઓવર પાવર પ્લેની રહેશે.આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમે સ્પોર્ટસમેન સ્પીરીટ અને આયોજકોના નીતિ-નિયમોનો અમલ કરવાનો રહેશે તેમજ સમગ્ર ટુર્નામેન્ટ ઓપન કેટેગરીના ખેલાડીઓ ટીમમાં રમી શકશે અને આ ટુર્નામેન્ટ દરમિયાન આખરી નિર્ણય આયોજક કમિટીનો માન્ય રાખવાનો રહેશે.
આ ટુર્નામેન્ટ દરમિયાન દરેક મેચમાં વિજેતા ટીમ, મેન ઓફ ધ મેચ અને રનર્સ-અપ ટીમને પણ જુદા જુદા પુરસ્કારો આપવામાં આવશે તેમજ ટુર્નામેન્ટની મેન ઓફ ધ સિરીઝની વિજેતા ટીમ, મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, ફિલ્ડર વગેરેને જાજરમાન ઈનામો આપવામાં આવશે તેમજ સોશ્યલ મીડિયા મારફત ફેસબૂક, યુ-ટયૂબ જેવા માધ્યમથી મેચોનું લાઈવ પ્રસારણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા આયોજક ટીમ તથા જુદી જુદી કમિટીઓની રચવામાં આવી છે અને દરેક કમિટીને પોતાની કામગીરી સોંપવામાં આવી છે તેમજ આ સમગ્ર આયોજનને દેવાંગભાઈ માંકડ, અનિલભાઈ દેસાઈ, ભગીરથસિંહ ડોડીયા, સુરેન્દ્રસિંહ વાળા વિગેરેનું માર્ગદર્શન મળી રહ્યું છે.
આ સમગ્ર આયોજનમાં સંદીપભાઈ ડોડીયા, મોહીતભાઈ ગણાત્રા, કિરીટભાઈ ગોહેલ, પાર્થરાજસિંહ ચૌહાણ, અજયભાઈ પરમાર, કૌશીકભાઈ ચાવડા, મનોજભાઈ ડોડીયા, દિપકભાઈ પારેખ, વિશાલભાઈ માંડલીયા, રમેશભાઈ પંડ્યા, સહદેવ ડોડીયા, કાળુભાઈ ઓડ, ભાગ્યેશ શાહ, અશોકભાઈ સામાણી, મયુર પાટડીયા, અક્ષય માંડલીયા, મયુરસિંહ હેરમા, મયંકભાઈ પાઉં, ચંદ્રેશ પરમાર, નિકુંજભાઈ વૈદ્ય, અનિરુદ્ધસિંહ વાળા, જયરાજસિંહ જાડેજા, મોહીલ ભીમજીયાણી, હાર્દિક ડોડીયા, હાર્દિક ગજેરા, રવિ પાનસુરીયા, જલાધી જવેરી વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટેના ફોર્મ હાઉઝેટ સ્પોર્ટસ કોર્નર, આર.એમ.સી. ચોક ખાતેથી મેળવી લેવા અને સંદીપ ડોડીયા મો. નં. 9825692605 તથા મોહીતભાઈ ગણાત્રા મો.નં. 8849221459 તથા પાર્થરાજસિંહ ચૌહાણ મો.નં. 9019899999 તથા કિરીટભાઈ ગોહેલ મો.નં. 9924578521નો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે.