ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યામાં મકરસંક્રાંતિ નિમિત્તે જગ્યાની ગૌશાળાની ગાયોને બાજરાની ઘૂઘરી ગોળ અને લીલો ચારો ખવડાવી ગાયોનુ પૂજન કરતા મહંત શ્રી ભીમ બાપુ જુનાગઢ કોમી એકતા ના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યાની ગૌશાળાની ગાયોને મકરસંક્રાંતિના પાવન દિવસે ગૌશાળાની ગાયોને જગ્યાના મહંત શ્રીભીમ બાપુ દ્વારા પરંપરાગત રીતે ગાયોનું પૂજન અર્ચન અને ગાયોને ભાવતી બાજરાની ઘૂઘરી ગોળ લીલો ચારો ખવડાવી અને મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી તેમજ આજરોજ મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિતે ભાવિકોની ભીડ પણ એટલી જોવા મળી હતી હજારોની સંખ્યામાં દાતારના દર્શન કરવા ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દાતાર બાપુના દર્શન અને મહાપ્રસાદ લીધો હતો.