સ્ટાર્ટઅપ આઇએસટીએ છાણમાંથી કાઢેલા પ્રવાહી વડે રોકેટ એન્જિનનું પરીક્ષણ કર્યું, જાપાનનના હોક્કાઇડો સ્પેસપોર્ટમાં 10 સેક્ધડ સુધી પરીક્ષણ કરવામાં આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
હજુ સુધી ગાયના છાણનો ઉપયોગ જૈવિક ખાતર, દેશી ખાતર, રાંધણ ગેસ જેવી ઘણી બધી પાયાની જરૂરિયાતો અને અલગ-અલગ ધાર્મિક અનુષ્ઠાનોને પૂરા કરવા માટેના ઉપયોગ પૂરતો જ મર્યાદિત હતો પરંતુ હવે ગાયના છાણનો ઉપયોગ રોકેટને સ્પેસમાં મોકલવા માટે કરવામાં
આવી શકે છે.
જાપાનમાં એન્જિનિયરોએ ગાયના છાણમાંથી મળતા પ્રવાહી મિથેનથી સંચાલિત એક નવા પ્રકારના રોકેટ એન્જિનનું પરીક્ષણ કયુંર છે, જે વધારે ટકાઉ પ્રોપેલન્ટના વિકાસ તરફ આગળ લઈ જઈ શકે છે. સ્ટાર્ટઅપ ઇન્ટરસ્ટેલર ટેક્નોલોજિસ ઇન્ક (આઇએસટી)એ એક નિવેદનમાં કહ્યું હતું કે રોકેટ એન્જિન, જેને જીરો કહેવામાં આવે છે. તેનું જાપાનનના હોક્કાઇડો સ્પેસપોર્ટમાં 10 સેક્ધડ સુધી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કંપનીએ કહ્યું હતું કે નાના ઉપગ્રહ પ્રક્ષેપણ યાન એટલે કે જીરો લિક્વિડ બાયોમિથેન દ્વારા સંચાલિત છે.
આ બાયોમિથન પશુઓના છાણમાંથી પ્રાપ્ત થયા છે. કંપનીને આ બાયોમિથેન ડેરી ફાર્મોથી પ્રાપ્ત થયું હતું. કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રોકેટ એન્જિનના પરીક્ષણના ફૂટેજ શેર કર્યા હતા. વીડિયોમાં જોવા મળ્યું હતું કે એન્જિન ચાલુ થયું હતું અને તેમાંથી શક્તિશાળી વાદળી જ્વાળા નીકળતી જોવા
મળી હતી.
કંપનીએ કહ્યું હતું કે યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા આ પ્રકારનું રોકેટ એન્જિન વિકસિત કરાયા બાદ કોઈ ખાનગી કંપની દ્વારા પહેલીવાર આ પ્રકારનું એલબીએમ ઈંધણ તૈયાર કરાવાયું છે. કંપનીએ તેને રોકેટ એન્જિન સાઇન્સના વિકાસમાં એક માઇલસ્ટોન તરીકે ગણાવ્યું છે અને કહ્યું છે કે વિશ્વમાં આમ પહેલીવાર બન્યું છે.
કંપનીએ સાથે જ જણાવ્યું હતું કે એલબીએમ ઈંધણ બાયોગેસના મુખ્ય ઘટના મિથેનને અલગ અને પ્રોસેસ કર્યા બાદ તેને લગભગ-160 ડિગ્રી તાપમાને પ્રવાહીકૃત કરીને તૈયાર કરાયું છે.
- Advertisement -
નવા પ્રયોગથી વૈકલ્પિક ઈંધણ મળવાની આશા જાગી
આ અનોખો પ્રયોગ એવા સમયે થયો છે જ્યારે સમગ્ર દુનિયા જળવાયુ સંકટ મુદ્દે મંથન કરી રહી છે કે દુનિયામાં કાર્બન ઉત્સર્જનમાં કઈ રીતે ઘટાડો કરાય અને ગ્લોબલ વોર્મિંગને કઈ રીતે ઘટાડવામાં આવે. તાજેતરના સ્ટડીસમાં આ ખુલાસો થયો છે કે પરંપરાગત ઈંધણના ઉપયોગથી ચલાવાતા રોકેટ એન્જિનથી પર્યાવરણને નુકસાન થયા છે. રોકેટ એન્જિનમાં પરંપરાગત ઈંધણના દહનથી કાળાશ અને ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન થાય છે જે ચિંતા પેદા કરે છે. રિસર્ચમાં ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તનમાં યોગદાન આપનારા દૂધાળા ઢોર અને અન્ય પશુઓથી નીકળતા મિથેન ગેસ સામે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે. પરંતુ કંપનીને આશા છે કે એલબીએમનો ઉપયોગ કરવાથી માત્ર રોકેટ એન્જિનો નવો વિકલ્પ જ નહીં મળે બલકે જળવાયુ પરિવર્તનનો સામનો કરવામાં પણ તે માઇલ સ્ટોન સાબિત થશે.