ફેબ્રુઆરી, ૨૦૨૧ માં યોજાઈ રહેલી સામાન્ય/ પેટા ચૂંટણી દરમિયાન કોવીડ – ૧૯ પેન્ડેમિકની પરિસ્થિતિને ધ્યાને લેતા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જરૂરી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
કોવીડ – ૧૯ શંકાસ્પદ મતદાર કે જે વ્યક્તિ શ્વસન સંબંધીત ગંભીર બીમારી ધરાવતી વ્યક્તિ જેને તાવ અને શ્વાસની બીમારીને લગતી તકલીફ (ઉધરસ, સ્વાશ ચઢવો) ઓછામાં ઓછું એક લક્ષણ જણાય અને લક્ષણો જણાયાંના ૧૪ દિવસ પહેલાના સમય દરમિયાન કોવીડ – ૧૯ બીમારીનો સ્થાનિક ચેપ જ્યાં નોંધાયો હોઈ તેવા કોઇ સ્થળનો પ્રવાસ કર્યો હોય તેવા વિસ્તાર કે પ્રદેશમાં નિવાસ કરતા હોય અથવા શ્વાશન સંબંધિત બીમારી ધરાવતી વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર જણાતી હોય અથવા એવો કેસ જેના કોવીડ – ૧૯ ના પરીક્ષણ પર હજુ સુધી કોઇ નિર્ણય આવ્યો ન હોય તેવા શંકાસ્પદ મતદાર મતદાન કરવા માગતો હોય તેઓએ મતદાનના દિવસના એક દિવસ અગાઉ સંબંધીત વિસ્તારમાં ચૂંટણી અધિકારી અને સંબંધિત આરોગ્ય અધિકારીને લેખિતમાં જાણ કરવાની રહેશે.
- Advertisement -
કોવીડ – ૧૯ શંકાસ્પદ વ્યક્તિએ મતદાનના દિવસ પહેલાના બે દિવસની અંદર આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની રહેશે તેમજ આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ ચૂંટણી અધિકારી અને આરોગ્ય અધિકારીને લેખિતમાં જાણ કરવાની રહેશે.
જે મતદારો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હોય, પરંતુ કોવીડ – ૧૯ ના કોઇ લક્ષણો ધરાવતા હોય, અને મતદાન કરવા માંગતા હોય તેઓએ મતદાનના છેલ્લા કલાક દરમિયાન માટે આવવાનું રહેશે અને જયારે આવા મતદાર મતદાન કરવા આવે ત્યારે તેમણે સ્વખર્ચે ખરીદેલ પી.પી.ઈ કીટ પહેરીને મતદાન કરવાનું રહેશે. આરટીપીસીઆર પોઝિટિવ શંકાસ્પદ દર્દી હોસ્પિટલ હોય તેમણે કોવીડ ગાઈડલાઈન્સની સૂચનાઓ અનુસરવાની રહેશે.


