રૂ.4,50,000/- એક માસમાં ફરિયાદીને વળતર પેટે ચુકવવા અને ન ચુકવ્યે વધુ છ માસની સજાનો પણ હુકમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
કાલાવડ રોડ ઉપર આવેલ મેટોડા જી.આઈ.ડી.સી.મા રામદેવ મોબાઈલના નામે ધંધો કરતા વીમલ બાબુભાઈ પાંભરે નાણાની જરૂરીયાત પડતા રૂા.4,50,000/- ફરીયાદી મનોજ અરજણભાઈ પાંભર પાસેથી મેળવી તે નાણા પરત અદા કરવા રકમ રૂા.4,50,000/- નો ઈશ્યુ કરી આપેલ ચેક રીર્ટન થતા તે અન્વયે દાખલ થયેલ કેસ ચાલી જતા રાજકોટ ના મહે. એડી. ચીફ જયુડી મેજી. સાહેબે આરોપીને 1 વર્ષ ની સજા અને ચેક ની રકમ એક માસમા ફરીયાદી ને ચુકવી આપવી અને ન ચુકવી આપે તો વધુ છ માસ ની સજાનો સીમાચીહન રૂપ ચુકાદો ફરમાવેલ છે.
- Advertisement -
કેસની હકીકત જોઈએ તો રાજકોટમા આંગન ગ્રીનસીટી, મોટામવા પાછળ રહેતા ફરીયાદી મનોજ અરજણભાઈ પાંભર કે જેઓ મેટોડા મુકામે પાન – બીડી-સોપારી ની હોલસેલ એજન્સી ઉપરાંત ખોડીયાર પ્રોવીજન સ્ટોરના નામે ધંધો કરતા હોય અને પડધરી તાલુકાના નાનાવડા ગામના રહીશ હોય અને ફરીયાદીના જ ગામના રહીશ અને મેટોડાના જ રામદેવ મોબાઈલ ના નામે ધંધો કરતા ફરીયાદી ના મીત્ર આરોપી વીમલ બાબુભાઈ પાંભરને ધંધામા નાણાની જરૂરીયાત પડતા મીત્રતાના સબંધના દાવે આરોપી વીમલ પાંભરે ફરીયાદી મનોજ પાંભર પાસે થી રૂા.4,50,000/- 6 માસ ની સમય અવધી માટે મેળવી સમય મર્યાદામા પરત કરી આપવા આપેલ વચન વિશ્વાસ નો સમય પુર્ણ થતા ફરીયાદીએ તેઓના કાયદેસરના લેણાની માંગણી કરતા તહોમતદારે કાયદેસરનુ લેણુ સ્વીકારી રકમ અદા કરવા ઈશ્યુ કરી આપેલ ચેક રીર્ટન થતા તે અન્વયે માંગણા નોટીસ આપવા છતા નાણા પરત ન કરતા ફરીયાદીએ રાજકોટના મહે. એડી. ચીફ જયુડી મેજી. સાહેબની કોર્ટમાં આરોપી વિરૂધ્ધ કેસ દાખલ કરેલ હતો.
ઉપરોકત કેસ ચાલી જતા ફરીયાદી તરફે રજુ થયેલ 5-દસ્તાવેજો તથા મૌખીક પુરાવા પર આધાર રાખી એડવોકેટ સુરેશ ફળદુ ધ્વારા એવી રજુઆતો કરવામા આવેલ કે ફરીયાદીના બાકી રહેલ લેણા પેટે ચેક ઈશ્યુ કરી આપેલ છે, ચેકની કે તે માહેના સહીની તકરાર નથી ફરીયાદી ધ્વારા આપવામાં આવેલ પુરાવો તથા રજુ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવાથી વિરૂધ્ધનો પુરાવો લાવવામાં વિકલ્પે ફરીયાદીના પુરાવાનું કોગઝન્ટ એવીડન્સથી ખંડન થઈ શકે તેટલો ચુસ્ત, વિશ્વાસપાત્ર, ભરોષાપાત્ર, માનવાપાત્ર તથા પ્રિપોન્ડરન્સ ઓફ પ્રોબેબીલીટી જેટલો પુરાવો રેડર્ક પર લાવવામાં આરોપી પક્ષ નિષ્ફળ નીવડેલ છે અને બચાવ પુરવાર કરવા જાતે કે સાહેદો મારફત કે દસ્તાવેજી પુરાવાથી હકીકતો સાબિત કરી ફરીયાદીના પુરાવાનું ખંડન કરી શકેલ નથી, ફરીયાદપક્ષે જયારે પોતાનો કેસ શંકાથી પર પુરવાર કરેલ હોય, ચેક આપ્યાનો કે ચેકમાં સહીનો ઈન્કાર ન હોય ત્યારે ફરીયાદી ચેકના યથાનુક્રમે ધારણકર્તા છે તેમ માની ધારણકર્તાની તરફેણમાં અનુમાન કરવુ જોઈએ વિગેરે લંબાણ પુર્વકની દલીલો કરવામાં આવેલ. રેકર્ડ પરના રજુ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતા ફરીયાદપક્ષની હકીક્તોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળે છે, આરોપીઓએ ફરીયાદી પાસે થી રકમ લીધેલ ની હકીકત ને અને તે પરત નહી કરેલ હકીકત ને સમર્થન મળે છે ફરીયાદ પક્ષે રજુ દસ્તાવેજો સબંધે કોઈ તકરાર લેવામા આવેલ નથી ફરીયાદવાળો ચેક આરોપીએ કાયદેસરના દેવાની ચુકવણી પેટે આપેલ હતો તેવી હકીકત રેકર્ડ ઉપરના પુરાવાથી પુરવાર થયેલ છે.
તેમજ ચેક રીટર્ન થયા બાદ નોટીસ આપ્યા બાદ કે કેસ દાખલ થયા બાદ પણ વિવાદી ચેકની રકમ ફરીયાદીને ચુકવેલ હોવાનું પુરવાર થતુ નથી ફરીયાદીએ એન.આઈ. એકટના તમામ આવશ્યક તત્વો પુરવાર કરેલ છે, તેમજ ચેક આપેલ નહી હોવાનું કે ચેકમાં પોતાની સહી નહી હોવાનો આરોપીનો બચાવ નથી, ફરીયાદપક્ષના પુરાવાનું ખંડન કરતો ખંડનાત્મક પુરાવો આરોપી રેકર્ડ પર લાવવામાં સફળ થયેલ નથી ત્યારે ફરીયાદીનો કેસ પુરવાર માની આરોપીને એક વર્ષ ની સજા ઉપરાંત રકમ રૂા.4,50,000/- એક માસમા ફરીયાદીને વળતર પેટે ચુકવવા અને તેમા કસુર કર્યે વધુ છ માસની સજા ફરમાવતો સમાચીન્હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલ. ઉપરોક્ત કામમાં ફરીયાદી મનોજ પાંભર વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર તથા મદદમા યુવરાજ વેકરીયા, જય પીઠવા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ રોકાયેલ હતા.