ચેક રિટર્નના કેસમાં IPC કલમ 306ના પુરાવાની પ્રસ્તુતિ અમાન્ય ઠેરવવામાં આવી
ટ્રાયલ વિલંબિત કરવાનો ઇરાદો નામંજૂર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની અદાલતમાં કાયદાકીય ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી એક અસામાન્ય ઘટના સામે આવી છે. ચેક રિટર્નના (ગઈં અભિ-ં138) કેસમાં આરોપીએ પોતાનો બચાવ સાબિત કરવા માટે તેના સ્વર્ગસ્થ પિતા દ્વારા લખાયેલ સુસાઇડ નોટને પુરાવા તરીકે રજૂ કરવાની અને તે નોટનું ઋજક કરનાર અધિકારીને સાક્ષી તરીકે બોલાવવાની માંગણી કરી હતી, જેને રાજકોટના એડિ. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે નામંજૂર કરી દીધી છે. આ હુકમ સામે આરોપીએ રિવિઝનમાં જવા માટે હુકમ સ્ટે કરવાની અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે.
કેસની હકીકત મુજબ, ફરિયાદી રસિક ચોવટીયા (સબમર્સિબલ પંપનો વ્યવસાય) અને આરોપી (સ્ક્રેપનો વ્યવસાય) વચ્ચે દસેક વર્ષથી મિત્રતાના સંબંધો હતા. આરોપીને પોતાના ધંધાના વિકાસ માટે ₹25 લાખની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી, કારણ કે બેંક લોન પાસ થવામાં વિલંબ હતો. આ રકમ ફરિયાદી પાસેથી મેળવ્યા બાદ આરોપીએ તે અંગે પ્રોમિસરી નોટ લખી આપી હતી અને રકમ પરત કરવા માટે ₹5-5 લાખના પાંચ ચેકો ફરિયાદીને સહી કરીને આપ્યા હતા. આ ચેકો રિટર્ન થતાં ફરિયાદી દ્વારા પાંચ કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
ચાલુ કેસ દરમિયાન આરોપીએ તેના પિતાએ માણાવદર ખાતે આત્મહત્યા કરી ત્યારે લખેલ સુસાઇડ નોટને પુરાવા તરીકે રજૂ કરવાની અને તે સુસાઇડ નોટનું ઋજક કરનાર અધિકારીને સાક્ષી તરીકે બોલાવવાની માંગણી કરી હતી. આરોપી પક્ષે દલીલ કરી હતી કે આ તેનો બચાવ પુરવાર કરવાનો એકમાત્ર વિકલ્પ છે.
તેની સામે ફરિયાદીના એડવોકેટ સુરેશ ફળદુએ લંબાણપૂર્વક રજૂઆત કરી હતી કે: ચાલુ કેસના કામે અન્ય કેસનું પ્રોસીડિંગ ધ્યાનમાં લઈ શકાય નહીં. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ (કલમ 138) અને ભારતીય દંડ સંહિતા (કલમ 306) હેઠળની કાર્યવાહીની કસોટી અને અનુમાનનો રેશિયો સંપૂર્ણપણે અલગ છે. ચેક રિટર્નના કેસમાં ઈંઙઈની કલમ 306ના પુરાવાનું મૂલ્યાંકન થઈ શકે નહીં. નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ તાજેતરમાં આ પ્રકારના કેસમાં આ રેસિયો (છફશિંજ્ઞ ઉયભશમયક્ષમશ) લેટડાઉન કરેલ છે.
બંને પક્ષોની રજૂઆતો, રેકોર્ડ પરની હકીકતો, કાયદાકીય જોગવાઈઓ (ઈછઙઈ, ગઈં અભિ,ં અને ભારતીય પુરાવા અધિનિયમ) લક્ષમાં લેતા, મેજિસ્ટ્રેટ સાહેબે નોંધ્યું કે: આરોપીએ ફરિયાદીની તરફેણમાં ચેક ઇશ્યુ કર્યાનું અને પ્રોમિસરી નોટ કરી આપ્યાનું નિર્વિવાદિત છે. આરોપી જે સુસાઇડ નોટ રેકોર્ડ પર લાવવા માંગે છે તે તેના પિતાની છે અને તે અન્ય (306ના) કેસની કાર્યવાહી સાથે સંબંધિત છે, નહીં કે ચેક રિટર્નના કેસ સાથે. ચેક કે પ્રોમિસરી નોટમાં ક્યાંય આરોપીના પિતાની સહી હોવાનું ફલિત થતું નથી. સુસાઇડ નોટમાં ચેકની કોઈ વિગત નથી અને ચેક બળજબરીથી લખાવી લીધાના કોઈ પુરાવા રેકોર્ડ પર નથી. આરોપીને એવા કોઈ સાક્ષીની પૂછપરછ કરવાની મંજૂરી આપી શકાય નહીં જેના દ્વારા તે બીજા કેસમાં પોતાનો બોજ મુક્ત કરવા માંગે છે.રેકોર્ડ પરથી આરોપીનો ઇરાદો ટ્રાયલ વિલંબિત કરવાનો હોય તેવું જણાય છે, તેથી આવી અરજી ગ્રાહ્ય રાખી શકાય નહીં.
આ કારણોસર રાજકોટના એડિ. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે આરોપીની અરજી નામંજૂર કરતો હુકમ ફરમાવ્યો હતો અને ત્યારબાદ તે હુકમને સ્ટે કરવાની અરજી પણ નામંજૂર કરી હતી.
ફરિયાદી રસિકભાઈ ચોવટીયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરિયા, ભાવિન ખૂંટ, સાહીલ કંસારા તથા મદદમાં નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા અને રાહીલ ફળદુ હાજર રહ્યા હતા.