ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના 150 ફુટ રીંગ રોડ ક્રિષ્ના પાર્ક સોસાયટી રાજકોટમાં રહેતા અને પ્લેટેનીયમ એન્ટરપ્રાઈઝ નામે કાંગશીયાળી જી.આઈ.ડી.સી. રાજકોટમા લોખંડનો ધંધો કરતા અક્ષય ઢોલરીયાએ સીધ્ધાર્થ ગોલ્ડ, સાધુવાસવાણી રોડ, અજંતા પાર્ક, ગીતાજંલી કોલેજ પાસે, રાજકોટમા રહેતા નરેન્દ્રભાઈ મોહનભાઈ સખીયા પાસેથી લીધેલ 2કમ રૂા.5,75,000/- પરત કરવા ઈશ્યુ કરી આપેલ ચેક રીર્ટન થતા અક્ષય ઢોલરીયા વિરૂધ્ધ ફરીયાદીએ ફરીયાદ દાખલ કરતા રાજકોટના મહે. એડી. ચીફ જયુડી. મેજી સાહેબે પ્લેટેનીયમ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર પેઢી તથા અક્ષય ઢોલરીયાને અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે. કેસની હકીકત જોઈએ તો, રાજકોટમા સાધુ વાસવાણી રોડ ઉપર રહેતા ફરીયાદી નરેન્દ્રભાઈ મોહનભાઈ સખીયાએ 150 ફુટ રીંગ રોડ ઉપર ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા આરોપી અક્ષય પ્રફુલભાઈ ઢોલરીયા વિરૂધ્ધ રાજકોટની કોર્ટમા એ મતલબનો કેસ દાખલ કરેલ કે ફરીયાદી ક્ધટ્રકશનનો તેમજ સેન્ટ્રીંગનો ધંધો કરતા હોય અને તહોમતદાર પાસેથી લોખંડ ખરીદતા હોય તે રીતે બંને વચ્ચે સબંધો અસ્તીત્વમા આવતા તહોમતદારને નાણાની જરૂરત પડતા ફરીયાદી પાસે થી રૂા.5,75,000/- સબંધના દાવે ટુંક સમય માટે મેળવી ફરીયાદીની તરફેણમા પ્રોમીસરી નોટ કરી આપી મેળવેલ નાણા પરત કરવા આરોપીએ તેની બેંકનો ફરીયાદી જોગનો રૂા.5,75,000/- નો ચેક ઈશ્યુ કરી આપી સહી કરી આપી ચેક સુપ્રત કરતી વખતે ચેક પરત ફરશે નહી પાસ થઈ જશે અને ચેક માહેનુ ફરીયાદીનુ કાયદેસરનુ લેણુ પરત વસુલ મળી જશે તેવા ભરોષે ફરીયાદીએ સ્વીકારેલ ચેક તેના બેંક ખાતામા રજુ રાખતા ચેક પાસે થયેલ નહી અને અપુરતા ભંડોળના કારણે રીર્ટન થતા આરોપીને જાણ કરતા યોગ્ય જવાબ ન આપતા ફરીયાદીએ ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા લેશુ પરત અદા ન કરતા તે અન્વયે નો કેસ નામદાર અદાલતમા આરોપીની પેઢી પ્લેટેનીયમ એન્ટરપ્રાઈઝ તથા તે પેઢીના પ્રોપરાઈટર અક્ષય પ્રફુલભાઈ ઢોલરીયા વિરૂધ્ધ દાખલ કરી રજુઆત કરેલ કે રેકર્ડ પરની હકીકતો તેમજ રજુ રાખેલ દસ્તાવેજી પુરાવા ઉપર થી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદી પાસેથી રકમ મેળવી તે રકમ પરત કરવા ચેક આપી, તે પાસ થવા ન દઈ આરોપીએ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઈ આરોપીની પેઢી પ્લેટેનીયમ એન્ટરપ્રાઈઝ પ્રોપરાઈટર પેઢી તથા અક્ષય ઢોલરીયાને કેસમાં અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ. ઉપરોકત કામમાં ફરીયાદી નરેન્દ્ર સખીયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, વનેશ શાહી, કુણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા, જસ્મીન દુધાગરા તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ, રોકાયેલ હતા.