ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના એરોડ્રામ રોડ પર મારૂતી નગરમા આવેલ સદગુરુ વાટીકામા રહેતા અને શેરબજારના ટેડ્રીંગનો ધંધો કરતા અને સ્ટાર ચેમ્બરમાં ઓફીસ ધરાવતા અનીલ અમૃતલાલ ગાંધીએ ગોંડલ તાલુકાના મુંગાવાવડીના રહીશ પૃથ્વીરાજસીહ જાડેજા પાસેથી લીધેલ રૂા.50,00,000/- પરત કરવા ઈ કરી આપેલ ચેક રીર્ટન થતા અનીલ અમૃતલાલ ગાંધી વિરૂદ્ધ ફરીયાદીએ ફરીયાદ દાખલ કરતા રાજકોટના મહે. એડી. ચીફ જયુડી. મેજી સાહેબે અનીલ ગાંધી પ્રોપરાઈટર પેઢી તથા અનીલ ગાંધીને અદાલતમા હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ કરવામાં આવ્યો છે.
- Advertisement -
કેસની હકીકત જોઈએ તો, ગોંડલ તાલુકાના મુંગાવાવડી મુકામે રહેતા અને ગોંડલ હાઈવે પરની જી.આઈ.ડી.સી.ઓ.મા આશાપુરા અર્થમુવર્સના નામે ધંધો કરતા ફરીયાદી પૃથ્વીરાજસીહ દશરથસીહ જાડેજાએ હરીહરચોકમા સ્ટારચેમ્બરમા ઓફીસ ધરાવતા અને જુના એરપોર્ટ રોડ, 2- મારૂતી નગ2, સદગુરુ વાટીકામા રહેતા આરોપી અનીલ અમૃતલાલ ગાંધી વિરૂધ્ધ રાજકોટની અદાલતમા એ મતલબની ફરીયાદ દાખલ કરેલ કે આરોપી શેરબજાર ટ્રેડીંગ તથા બ્રોકરનુ કામકાજ કરતા હોય અને સ્ટોક એક્ષચેન્જમા કાર્ડ ધરાવતા હોય ઉપરાંત અમૃત ડ્રીજલીગ નામે કંપની બનાવેલ તેમા તેના પુત્ર પવન ગાંધીને મેનેજીગ ડીરેકટર તરીકે તથા પુત્રવધુ દૃષ્ટી ગાંધીને ડાયરેકટર તરીકે રાખી ધંધાના ડેવલોપમેન્ટ માટે રૂા.1,00,00,000/- જરૂરત હોવાથી આરોપીએ તેના મીત્ર પંકજભાઈ બાબરીયાનો ગ્રુપ સર્કલમાથી રકમની વ્યવસ્થા કરી આપવા અને રકમ આપવામા જે મદદરૂપ થશે તેઓના ધંધાનુ ભવીષ્ય પણ ગોઠવી આપી સુરક્ષીત કરી દેશે તેમ જણાવતા પંકજભાઈ બાબરીયાએ ફરીયાદી તથા ઘનશ્યામભાઈ વઘાસીયા એ રીતે બંને પાસેથી પચાસ-પચાસ લાખ રૂપીયા તહોમતદાર માટે માંગણી કરી તહોમતદાર ના ધંધાનુ ફયુચર સારુ હોય અને તહોમતદાર ધંધાના એક્ષપર્ટ હોય તમોને પણ સ્ટેટસ વાળા ધંધામા સેટ કરી આપશે તેમ જણાવતા તે વાતમાં લલચાય અને રકમ ની સીકયુરીટી સબંધે લખાણ લખી આપવું પડશે તેમ જણાવતા ફરીયાદી ને ભરોષો બેસે તે માટે તહોમતદારે પંકજભાઈ બાબરીયાની હાજરીમા રકમ એકીસાથે નહી પરંતુ કટકે કટકે જોઈતી હોવાનુ અને તે રકમ અન્વયે પ્રોમીસરી નોટ લખી આપવા જણાવતા તહોમતદારના શબ્દો અને ભરોષે તહોમતદારના મીત્ર પંકજભાઈ બાબરીયાની રૂબરૂમા આપેલ રકમ પરત કરવાનો સમય થતા રકમ ની માંગણી કરતા રકમ પરત કરવા વાયદા કરતા પંકજભાઈ બાબરીયાને વાત કરતા પંકજભાઈએ અનીલ ગાંધી ને જણાવતા અનીલ ગાંધી આરોપીએ ફરીયાદી તથા અન્ય લેણીયાત ને રાજકોટ બોલાવી આરોપીએ પોતાની બેંકના રૂપીયા પચાસ-પચાસ લાખના ચેકો ઈશ્યુ કરી આપી સહી કરી ફરીયાદીને સોપતી વખતે ચેક પરત ફરશે નહી તેવા વચન વિશ્વાસ અને ખાત્રી આપતા તે ભરોષે ફરીયાદીએ ચેક તેઓના બેંક ખાતામાં રજુ રાખતા ચેક પાસ થયેલ નહી અને સ્ટોપ પેમેન્ટ ના કારણે ચેક પરત ફરતા આરોપીને નાણાની માંગણી કરતી નોટીસ મોકલતા ફરીયાદીનુ કાયદેસરનુ લેણુ પરત અદા ન કરી લેશુ ડુબાડવાનો બદ આશય ધારણ કરી આરોપીએ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપી વિરૂધ્ધ ચેક રીટર્ન સબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે, રેકર્ડ પરની હકીકતો તેમજ રજુ રાખેલ દસ્તાવેજી પુરાવા ઉપર થી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદી પાસેથી રકમ મેળવી તે રકમ પરત કરવા ચેક આપી, તે પાસ થવા ન દઈ આરોપીએ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઈ આરોપી અનીલ ગાંધી પ્રોપરાઈટર પેઢી તથા અનીલ ગાંધીને કેસમા અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવ્યો છે.
ઉપરોક્ત કામમાં ફરીયાદી પૃથ્વી રાજસીહ જાડેજા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, 2ીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ પુનારાજસ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ, અભય સભાયા તથા જસ્મીન દુધાગરા રોકાયેલા હતાં.