ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જૂનાગઢ સાઈબર ક્રાઈમ કેસમાં મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. સાઈબર ક્રાઈમની ઈ-મેલ આઈડી મેળવીને આશરે રૂા. 1,74,000,00 છેતરપિંડી કરવાનો પ્રયાસ કરેલો હતો ત્યારબાદ તા. 13-5-2025ના રોજ આ મામલે જૂનાગઢ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપી વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 170, 406, 420, 465, 468, 471, 120(બી) તથા આઈ.ટી. એક્ટ કલમ 43(એ), 66(સી), 66(ડી) હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ નામદાર કોર્ટે આરોપીના દિવસ ત્રણના રિમાન્ડ મંજૂર કરેલા હતા. ત્યારબાદ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરેલો હતો. જૂનાગઢ એડિશનલ સેશન્સ કોર્ટે આરોપી વિશાલભાઈ લાલભાઈ વાણંદ તરફે વકીલ ગીરીશકુમાર જે. માકડીયાએ નામદાર સેશન્સ કોર્ટમાં દલીલો કરેલી હતી. તેમણે હાઈકોર્ટના પૂર્વ ચૂકાદાનો હવાલો આપ્યો હતો. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ અરજદાર- આરોપી વિશાલભાઈ લાલભાઈ વાણંદને શરતોને આધીન રૂા. 15000ના જામીન ઉપર મુક્ત કરવાનો નામદાર કોર્ટે હુકમ કરેલો હતો.