ગૂગલને 2022માં રશિયામાં નાદાર જાહેર કરવામાં આવ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ મોસ્કો, તા.31
રશિયાની એક કોર્ટે ગૂગલ પર 20 ટ્રિલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે. આ રકમ સમગ્ર વિશ્ર્વની જીડીપી કરતાં 620 ગણી વધારે છે. આનો અર્થ એ થયો કે જો વિશ્ર્વના તમામ દેશોના જીડીપીમાં 620 ગણો ઉમેરો કરવામાં આવે તો જ આ રકમ એકઠી થશે.
- Advertisement -
હકીકતમાં, ગૂગલે 2020માં 17 પ્રો-રશિયન યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો. ચેનલોએ તેની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. 2020 માં સુનાવણી કરતી વખતે, કોર્ટે ચેનલો પરનો પ્રતિબંધ હટાવવામાં આવે ત્યાં સુધી દરરોજ 1 લાખ રુબેલ્સ (રશિયન ચલણ) નો દંડ ફટકાર્યો હતો. આ માટે 9 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જો કંપની આ સમયગાળા દરમિયાન દંડ ન ભરે તો તે દર 24 કલાકમાં બમણો થશે. હવે આ દંડ 20 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે.
શું છે સમગ્ર મામલો ?
આ કેસ 2020 માં શરૂ થયો જ્યારે ગૂગલે યુટ્યુબમાંથી 17 પ્રો-રશિયન ચેનલો દૂર કરી. સરકારી ચેનલ રશિયા-1 પણ આમાં સામેલ હતી. આ પછી રશિયા-1 એન્કર માર્ગારીટા સિમોન્યાને કોર્ટમાં અરજી કરી હતી. નિર્ણયમાં, કોર્ટે દરરોજ 1 લાખ રુબેલ્સનો દંડ નક્કી કર્યો હતો. ગૂગલને 2022માં રશિયામાં નાદાર જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ગૂગલનું સર્ચ એન્જિન અને યુટ્યુબ જેવી સેવાઓ હજુ પણ રશિયામાં ઉપલબ્ધ છે. રશિયાએ ડ અને ઋફભયબજ્ઞજ્ઞસ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ Facebook પર હજુ સુધી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. જોકે, ગૂગલે રશિયામાં તેની સેવાઓમાં ઘટાડો કર્યો છે.આટલો મોટો દંડ વિશ્ર્વના કાયદાકીય ઈતિહાસમાં સૌથી મોટો દંડ છે. ગૂગલે કહ્યું છે કે તેનાથી તેમની સેવાઓ પર કોઈ અસર નહીં થાય.