ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
રાજકોટ સાધુ વાસવાણી રોડ પર પારિજાત રેસિડન્સીમાં રહેતાં રૂપાબેન વાલજીભાઈ મકવાણા કે જે પ્રાઈવેટ ટ્યુશન કામ તથા કેરિયર કાઉન્સીલીંગનું કામકાજ કરતા હતા તેમણે જામનગર રહેતાં શિક્ષણ સાથે જોડાયેલા આરોપી હેમંતભાઈ આત્મારામભાઈ ભદ્રા બંને શિક્ષણ સાથે જોડાયેલ હોય પરિચયમાં હોય ફરિયાદીએ આરોપીને કટકે કટકે બાર લાખ પચાસ હજાર આપેલા હતા. તે ચેક રિટર્ન થતાં ફરિયાદી રૂપાબેને રાજકોટની અદાલતમાં કેસ કરેલો જે ચાલી જતાં આરોપીને તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદ અને હુકમ તારીખથી 12,50,000 દંડ પેટે કોર્ટમાં જમા કરાવવાનો હુકમ જ્યુડી. મેજિ. શુક્લે કર્યો છે.
ફરિયાદી એન.આઈ.ઓ.એન.નું સેન્ટર લેવા માગતા હોય આરોપીએ વચન અને વિશ્ર્વાસે આપેલો કે મારે દિલ્હીમાં મોટા સાહેબ સાથે સારા સંબંધ છે તેમાં તેણે હાર્દિક ગોયલનો પરિચય કરાવ્યો અને રૂા. 13,50,000ની તેમણે માગણી કરતા ચૂકવી આપેલ અને તેની પહોંચ પણ આપેલી ત્યાર બાદ હાર્દિક ગોયલે ફરિયાદીને સેન્ટર આપેલ નહીં અને વારંવાર ધક્કા ખવડાવેલા બાદ દોઢ લાખ પરત કરેલ બાકીના આજ સુધી નહીં આપતાં આરોપીને હકીકત કહેલ તેમણે ફરિયાદીને એકાઉન્ટ પેનો એસ.બી.આઈ. બેંકને ચેક આપ્યો હતો.
ફરિયાદી રૂપાબેને આરોપીએ આપેલો ચેક બેંકમાં વટાવવા નાખતા લીમીટ ઉપરનો હોય વટાવી શકાયો ન હતો ત્યાર બાદ હાર્દિક ગોયલે વચન અને વિશ્ર્વાસ આપ્યો કે બધા ચેક વટાવાય જશે તેથી ફરિયાદીએ ચેકો સ્વીકારી આઈ.ઓ.બી. મહિલા કોલેજમાં વટાવવા નાખતા શેરા સાથે રિટર્ન થતાં આરોપીને નેગોશિયેબલ હેઠળની નોટીસ પાઠવેલી હતી.
ત્યાર બાદ આરોપીએ પરત ચેકોનું ચૂકવણું નહીં કરતાં રાજકોટની કોર્ટમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટની એક્ટની કલમ 138 હેઠળની ફરિયાદ કરેલી હતી. આ કામમાં કોર્ટમાં કેસ ચાલી જતાં કોર્ટે આરોપી હેમંત આત્મારામ ભદ્રાને તકસીરવાન ઠરાવી બે વર્ષની નેગોશિયેબલ ઈન્સ્ટ્રમેન્ટ એક્ટની કલમ 138ના ગુન્હામાં સજા કરેલી તથા એક માસમાં રૂપિયા સાડા બાર લાખ આરોપી કોર્ટમાં જમા કરાવે તથા રૂા. 10,000 દંડના જમા કરવાનો જ્યુ. મેજિ. શુક્લે હુકમ કરતાં ખળભળાટ મચી ગયો છે.
ફરિયાદી રૂપાબેન વાલજીભાઈ મકવાણા તરફે રાજકોટના ધારાશાસ્ત્રી દિલીપ પટેલ તથા કલ્પેશ નશીત રોકાયેલ હતા.