ફરિયાદીની તરફેણમા કરવામાં આવતા અનુમાનો ખંડનાત્મક છે જેનું આરોપી પક્ષ તરફે સફળતાપૂર્વક ખંડન કર્યું છે : પાર્થ સંચાલી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ટંકારાના હરીપરના રહીશ જયદીપભાઈ કુંવરજીભાઈ ચૌધરીએ મીતાણા ગામના ફરીયાદી મનોજભાઈ જશુભાઈ બસીયા પાસેથી મીત્રતાના સબંધે લીધેલ રકમ પરત કરવા ઈસ્યુ કરી આપેલ રકમ રૂા.5,00,000/- નો ચેક રીર્ટનનો કેસ ચાલી જતા ટંકાના મહે. જયુડી. મેજી. સાહેબે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુક્તો સીમાચીહનરૂપ ચુકાદો ફરમાવેલ છે.
કેસ ની હકીકત જોઈએ તો ટંકારા તાલુકાના હરીપર ગામના રહીશ આરોપી જયદીપભાઈ કુંવરજીભાઈ ચૌધરીએ મીતાણાના રહીશ ફરીયાદી મનોજભાઈ જશુભાઈ બસીયા પાસેથી આરોપીએ મીત્રતાના સબંધના દાવે રૂા.5,00,000/- લીધેલ હોય જે રકમ પરત કરવા આરોપીએ ફરીયાદી જોગના બે ચેક ઈશ્યુ કરી આપી પ્રોમીસરી નોટ લખી આપેલ જે પૈકી એક ચેક ફરીયાદીએ બેંકમા રજુ કરતા રીર્ટન થતા કાનુની નોટીસ પાઠવવા છતા ફરીયાદીનુ લેણુ અદા ન કરતા ફરીયાદીએ આરોપી વિરૂદ્ધ ટંકારાની કોર્ટમા એન.આઈ.એકટ અન્વયે ફરીયાદ દાખલ કરેલ હતી.
ઉપરોકત કેસ ચાલી જતા ફરીયાદી પક્ષે પોતાનો કેસ પુરવાર કરેલ હોય તેનો બોજો આરોપી ઉપર શીફટ થયેલ હોય જેનો ખંડનાત્મક પુરાવો આરોપી આપી શકેલ ન હોય આરોપીને સજા કરવા કરેલ રજુઆત સામે આરોપીના એડવોકેટ પાર્થ સંઘાણીએ એવી દલીલ કરેલ કે ફરીયાદી પોતાનો કેસ પુરવાર કરી શકેલ નથી કાયદા મુજબ ફરીયાદીની તરફેણમા કરવામાં આવતા અનુમાનો ખંડનાત્મક હોય છે અને આરોપી ધ્વારા ફરીયાદીની તરફેણમા કરવામા આવતા અનુમાનોનુ ફરીયાદીની ઉલટ તપાસ કરી સાથે દસ્તાવેજી પુરાવો રજુ કરી સત્ય હકીકતો રેકર્ડ પર લાવી સફળતાપુર્વક ખંડન કરતા જવાબદારી ફરીયાદી ઉપર શીટ થતા કરીયાદી તેનો કોઈ ખુલાસો કરી શકેલ ન હોય ત્યારે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા જોઈએ તેવા વિવિધ ચુકાદાઓ રજુ કરી લંબાણપૂર્વકની દલીલો કરવામા આવી હતી.
બંને પક્ષોની રજુઆત રેકર્ડપરનો દસ્તાવેજી પુરાવો તથા ઉલટ તપાસ દરમીયાન આરોપી તરફ થી રેકર્ડ પર લાવવામાં આવેલ હકીકતો લક્ષે લેતા ફરીયાદીની ફરીયાદમાં એક તરફ એવી હકીકતો જણાવવામાં આવે છે કે, આરોપીએ પ્રોમીસરી નોટ તા.04/03/2023ના રોજ લખી આપેલ ત્યારે ચેકો આપેલા અને બીજી તરફે ફરીયાદી પોતાની જ ફરીયાદામાં આરોપીએ તા.28/12/2023 વાળો તેમની સહી કરેલો ચેક છ માસ બાદ જયારે રકમની માંગણી કરી ત્યારે ચેક આપેલો તેમજ આરોપી તરફે ફરીયાદીની ઉલટ તપાસમાં માર્ચ-2023 થી ડીસેમ્બર 2023 સુધીમાં આરોપીએ ફરીયાદીને ચુકવેલ રકમ સંબંધે પ્રશ્નો પુછતા ફરીયાદીને તે રકમ મળી ગયેલનું સ્વીકારે છે અને તે રકમ સદર વ્યવહાર પેટેની નથી તેમ જણાવેલ હોય પરંતુ આરોપી સાથે અન્ય કોઈ વ્યવહાર હોય તેવુ ફરીયાદમાં જણાવેલ નથી કે તે અંગે કોઈ પુરાવો રજુ કરેલ નથી ત્યારે આરોપી ધ્વારા ફરીયાદીને રકમ ચુકવેલ તે કયા બાબતની ચુકવેલ હતી અને તેની કાયદેસરની લેણી રકમ પેટેની ન હતી તે હકીક્ત રેકર્ડ પર સક્ષમ પુરાવાના આધારે ફરીયાદીએ લાવવી અનિવાર્ય બની જાય છે જે હકીકતો ફરીયાદની વિરૂધ્ધ જાય છે અને ફરીયાદને નિર્બળ બનાવે છે, જેથી ફરીયાદીનું આરોપી સામેનું કાયદેસરનું લેણું હતુ કે કેમ તે અન્વયે શંકા ઉપસ્થિત થાય છે અને ફરીયાદપક્ષના કેસને શંકાસ્પદ બનાવે છે તેમજ ફરીયાદીની ફરીયાદમાં જણાવવામા આવેલ હકીકતો ફરીયાદપણના કેસમા વ્યાજબી શંકા ઉપસ્થિત કરતી હોય ત્યારે ફરીયાદીની તરફેણમાં થતા કાયદાકીય અનુમાનોનુ મહત્વ ઘટે છે, જયારે અનુમાનોનું ખંડન આરોપીપલ સફળરીતે કરે ત્યારે આવા અનુમાનો ફરીયાદપક્ષના કેસ માટે મહત્વના રહેતા નથી ત્યારે ફરીયાદી આરોપી સામે પોતાનુ કાયદેસરનુ લેણું પુરવાર કરી શકેલ ન હોય તેમ માની આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુક્તો હુકમ ફરમાવવામા આવ્યો હતો.
- Advertisement -
ઉપરોક્ત કામમાં આરોપી જયદીપ ચૌપરી વતી રાજકોટ ના જાણીતા એસ. આર. ફળદુ એડવોકેટ એન્ડ એશોસીએટસના પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા તથા મદદમા કેયુર સંઘાણી, યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રિન્સ રામાણી, ભાવિન ખુંટ, આર્યન કોરાટ, કેતન પરમાર તથા જયમલ મકવાણા રોકાયેલા હતા.



