રાજકુમાર હિરાણી પાસે આઇડિયા તૈયાર
ખાસ-ખબર સંવાદદાતા
થ્રી ઈડિયટસની સીક્વલ બને તેવી સંભાવના છે. ફિલ્મના એક કલાકાર શર્મન જોશીએ સંકેત આપ્યો છે કે ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર હિરાણી આ સીકવલ બનાવવા માટે આતુર છે.તાજેતરમાં આમિર ખાન, માધવન અને કરીના કપૂર એક વિજ્ઞાાપન માટે ભેગા થયા હતા. જેમાં તેમણે ફિલ્મની સીકવલ માટે એક હીન્ટ આપી છે. આ પછી શરમન જોશીએ પણ ફિલ્મની સીકવલની વાત ઉચ્ચારી છે.
- Advertisement -
શરમન જોશીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતું કે, રાજકુમાર હિરાણી 3 ઇડિયટસની સીકવલ બનાવવા માંગે છે. તેમની પાસે આ ફિલ્મ માટે આઇડિયાઝ પણ છે. પરંતુ, જ્યાં સુધી તેમને સંતોષ નહીં થાય ત્યાં સુધી તેઓ સ્ક્રિપ્ટ ફાઈનલ નહીં કરે. થ્રી ઈડિયસ 2009માં રીલીઝ થઈ હતી. તે આમિર અને કરીનાની સર્વાધિક હિટ ફિલ્મો પૈકીની એક મનાય છે.