રાજકોટ સિવિલ સુપ્રિ.નો ચાર્જ સંભાળતા ડૉ.મોનાલી માકડિયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
- Advertisement -
રાજકોટની સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટનો ચાર્જ ડો. મોનાલી માકડીયા દ્વારા ગઈકાલે સંભાળવામાં આવ્યો હતો. ગત.4 જુલાઈના ઓર્ડર થયા બાદ તેમણે પ્રથમ ચાર્જ સંભાળવા માટે વિચારણા કરી રહ્યાનું જણાવ્યું હતું. બાદ ગઇકાલે ચાર્જ સંભાળી લીધો હતો. અને તેઓએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં થતાં ભ્રષ્ટાચાર સામે લગામ લગાવી દર્દીઓ લગાવી માટેની મેડિકલ સુવિધાઓમાં વધારો કરવાની કામગીરીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવવાનું છે.
સિવિલ હોસ્પિટલના તબિબી અધિક્ષકના ચાર્જમાંથી ડો.આર.એસ. ત્રિવેદીને મુક્ત કરવાનો આદેશ ગત તા.4 જુલાઈના થયા બાદ ગઇકાલે તબબી અધિક્ષકની ખાલી પડેલા જગ્યા પર બર્ન્સ એન્ડ પ્લાસ્ટીક સર્જરી વિભાગ વર્ગ-1ના પ્રાધ્યાપક ડો. મોનાલી માકડીયાએ ચાર્જ સંભાળ્યો છે. તેમની પાસે પીડીયું મેડિકલ કોલેજના અધિક ડીનનો વધારાનો હવાલો પણ હતો, તેમાંથી તેમને તેમને મુક્તિ આપવામાં આવ્યા હતા.
જ્યારે માહિતી આપતા ડો. મોનાલી માકડીયાએ માકડીયાએ કહ્યું હતું કે હોસ્પિટલના વડાની સાથે સાથે બર્ન્સ અને પ્લાસ્ટિક વિભાગના વડા તરીકેની પણ મારી જવાબદારી છે. જ્યારે તેઓએ ચાર્જ સંભાળતા પહેલા રૂટિન સમયે હોસ્પિટલ પહોંચી પોતાની પહેલી ફરજ તેમના વિભાગના દર્દીઓના ઓપરેશનની કામગીરી પુરી કર્યા બાદ તબિબી અધિક્ષકનો ચાર્જ સંભાળવા સંભાળ્યો હતો. પ્રથમ તેઓ તબિબી સુપ્રીન્ટેન્ડન્ટની ખુરશી પર બેસવા રાજી ન હતા પરંતુ હોસ્પિટલની સ્થિતિ સુધરે અને દર્દી ઓને સારામાં સારી સુવિધા-સારવાર મળે હોસ્પિટલમાં થતાં ભ્રષ્ટાચાર પર લગામ લાગે તેવા પ્રયત્નો કરવા માહિતી આપતા ડો. મોનાલી માકડીયાએ માકડીયાએ કહ્યું હતું કે હોસ્પિટલના વડાની સાથે સાથે બર્ન્સ અને પ્લાસ્ટિક વિભાગના વડા તરીકેની પણ મારી જવાબદારી છે.
જ્યારે તેઓએ ચાર્જ સંભાળતા પહેલા રૂટિન સમયે હોસ્પિટલ પહોંચી પોતાની પહેલી ફરજ તેમના વિભાગના દર્દીઓના ઓપરેશનની કામગીરી પુરી કર્યા બાદ તબિબી અધિક્ષકનો ચાર્જ સંભાળવા સંભાળ્યો હતો.
- Advertisement -
પ્રથમ તેઓ તબિબી સુપ્રીન્ટેન્ડન્ટની ખુરશી પર બેસવા રાજી ન હતા. . પરંતુ હોસ્પિટલની સ્થિતિ સુધરે હોસ્પિટલમાં થતાં ભ્રષ્ટાચાર પર લગામ લાગે તે માટે તેઓ ચાર્જ સંભાળવારાજી થયા હતા.