ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં કોરોનાએ માંડ માંડ વિસામો ખાધો હોય તેમ છેલ્લા થોડાક સમયથી કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ મોરબી જીલ્લામાં આવ્યો ન હતો જ્યારે હાલમાં ગુજરાતના અનેક જીલ્લાઓમાં કોરોના કેસોમાં ઉછાળો આવ્યો છે ત્યારે 32 દિવસ બાદ મોરબી જીલ્લામાં ફરી એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. મોરબી જીલ્લામાં 32 દિવસ બાદ ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે જેમાં મોરબી શહેરના રહેવાસી 86 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. તેમણે કોરોના રસીના બંને ડોઝ લીધા છે અને અન્ય કોઈ મોરબી જીલ્લા બહાર ની ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી. આ કોરોનાના દર્દી હાલ પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તબિયત પણ સારી છે તેમજ ઑક્સિજન પર મૂકવાની પણ જરૂરિયાત પડેલ નથી તેમ મોરબી જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
32 દિવસ બાદ મોરબી જિલ્લામાં કોરોનાની ફરી એન્ટ્રી
