SNKમાં ભણતા ટ્વિન્સ ભાઈ-બહેન, નિર્મલા કોન્વેન્ટ, નચિકેતા સ્કૂલના એક-એક વિદ્યાર્થી અને એમ.વી. ધુલેશિયા શાળાનાં શિક્ષક કોરોના સંક્રમિત થયા
કોરોનાનો શાળા પ્રવેશોત્સવ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં એક સાથે ત્રણ શાળાના વિદ્યાર્થીઓ અને એક શાળાના શિક્ષક કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ અલગ અલગ સ્કુલના છે. આ ત્રણ સ્કુલમાં નિર્મલા કોન્વેન્ટની એક વિદ્યાર્થીની અને એક એક વિદ્યાર્થી એસ.એન.કે તેમજ નચિકેતા સ્કુલનો વિદ્યાર્થી સંક્રમિત થયો છે. જ્યારે એમવી ધુલેસિયા શાળાના શિક્ષક કોરોના સંક્રમિત થયા છે.
રાજકોટની 4 શાળાઓમાં કોરોનાની એન્ટ્રી થતા ખળભળાટ મચી ગયો છે. નચિકેતા શાળામાં ધો.5માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. ધો.5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને કોરોના પોઝીટીવ આવતા વાલીઓમાં પણ ચિંતા વ્યાપી છે. એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ થતા તા.21મી સુધી શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. આ સિવાય નિર્મલા કોન્વેન્ટ શાળામાં ઓનલાઈન ઘરેથી અભ્યાસ કરતી વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઈ છે. જો કે તે શાળાએ આવતી ન હોવાથી શાળામાં કોઈને સંપર્ક થયો નથી. જ્યારે એસએનકે સ્કુલમાં ધોરણ 10માં ભણતા ટ્વીન્સ ભાઈ-બહેન કોરોના સંક્રમિત થયા છે તેથી આજે શાળાના અન્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફના કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે. આ ઉપરાંત એમવી ધુલેશિયા સ્કુલના એક શિક્ષક કોરોના સંક્રમિત થયા છે.
- Advertisement -