અત્યાર સુધીમાં શહેર તેમજ જિલ્લામાં 33 લાખથી વધુ ડોઝ સાથે રસીકરણ કરાયું
રાજકોટ તા. ૧૪ ઓક્ટોબર – કોરોના સામે રસીકરણ અભિયાન હેઠળ રાજકોટ શહેરમાં ૯૮% ને તેમજ જિલ્લામાં ૯૦ % લોકોને પ્રથમ ડોઝ અપાઈ ચુક્યો છે. રાજકોટ શહેરમાં ૧૧,૨૩,૬૭૯ લોકોને પ્રથમ તેમજ ૬,૨૨,૭૨૦ લોકોને બીજો ડોઝ સાથે શહેરમાં કુલ ૧૭,૪૬,૩૯૯ ડોઝ રસીકરણ કરવામાં આવ્યું છે.
- Advertisement -
રાજકોટ જિલ્લામાં ૧૦,૬૨,૪૧૦ લોકોને પ્રથમ તેમજ ૫,૦૬,૯૭૮ લોકોને બીજો ડોઝ મળી કુલ ૧૫,૬૯,૩૮૮ ડોઝ જિલ્લામાં અપાઈ ચુક્યા છે. શહેરમાં ૫૫% અને જિલ્લામાં ૪૩% લોકોને બંને ડોઝ રસીના અપાઈ ચુક્યાનું અને અત્યાર સુધીમાં શહેર તેમજ જિલ્લામાં ૩૩,૧૫,૭૮૭ ડોઝ સાથે રસીકરણ કરાયું હોવાનુ વિભગીય નિયામકશ્રી રૂપાલીબેન મહેતાએ જણાવ્યું છે.



