કોરોના સંક્રમણથી 29 લોકોની મૃત્યુ થતા મૃત્યુઆંક વધીને 1.22% થયો
દેશમાં કોરોના વાઇરસના કેસો મે મહિનાની શરૂઆતમાં ફરીથી વધી રહ્યા છે. આજ રોજ કોરોના વાઇરસના 3,207 નવા કેસો સામે આવ્યા છે. સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,31,05,401 થઇ ગઇ છે, તેમજ છેલ્લા 24 કલાકમાં 232 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. સાથે જ હાલમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 20,403 થઇ ગઇ છે, જે કુલ સંક્રમિત કેસના 0.05% છે. કોરોનાની નવી લહેરમાં દેશમાં દર્દીઓનો સાજા થવાનો રાષ્ટ્રીય રેટ 98.74% છે.
આજ રોજ કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર થયેલા આંકડા અનુસાર, ભારતમાં કોરોના સંક્રમણથી 29 લોકોની મૃત્યુ થતા મૃત્યુઆંક વધીને 5,24,093 થઇ ગયો છે. કોરોના સંક્રમણ દરરોજનો રેટ 0.95% છે, અને અઠવાડિક રેટ 0.82% છે.
- Advertisement -
અત્યાર સુધીના કુલ 4,25,60,905 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે, અને કોવિડ-19નો મૃત્યુદર 1.22% થઇ ગયો છે. જયારે રાષ્ટ્રીય વ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 19.34 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોના વાઇરસની આંકડાકિય માહિતી
ઉલ્લેખનીય છે કે, દેશમાં 7 ઓગષ્ટ 2020ના રોજ સંક્રમિતની સંખ્યા 20 લાખ, 23 ઓગષ્ટ 2020ના 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધારે થઇ ગઇ હતી.
સંક્રમણના કુલ કેસો 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના 60 લાખ, 11 ઓક્ટોમ્બર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોમ્બર 2020ના 80 લાખ અને 20 નવેમ્બરના 90 લાખથી વધુ કેસો સામે આવ્યા હતા.
- Advertisement -
દેશમા 19 સપ્ટેમ્બર 2020ના રોજ આ કેસો 1 કરોડથી પણ વધારે થઇ ગયા હતા, ગયા વર્ષ 4 મેના રોજ સંક્રમિતોની સંખ્યા 2 કરોડ અને 23 જુન 2021ના 3 કરોડથી પણ વધારે થઇ ગયા હતા. આ વર્ષ 26 જાન્યુઆરીના રોજ કેસો 4 કરોડથી વધારે થઇ ગયા હતા.
દિલ્હીમા કોરોનાના કેસોમાં સતત વધારો
દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડાઓ અનુસાર, કોરોના વાઇરસના કુલ કેસોની સંખ્યા વધીને 18,94,254 થઇ ગઇ છે, જયારે દિલ્હીમા અત્યાર સુધીમાં કોરોના વાઇસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 26,179 છે.
દિલ્હીમાં રવિવારના રોજ લગભગ 26,000 કોરોના ટેસ્ટમાંથી 1400થી વધુ લોકોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, જેથી કોરોના પોઝીટીવિટી રેટ વધીને 5.34% થઇ ગયો છે, જયારે શનિવારના આ રેટ 4.72% હતો.