હાલ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મહાનગરપાલિકા પણ ખડે પડે કામગીરી કરી રહી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે જો કોઈપણ વ્યક્તિને કોરોના વાઇરસ અંગેના કોઈપણ લક્ષણો જણાય તો તુર્ત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે અથવા આપના વિસ્તારમાં આવતા ધનવંતરી રથ પર જઈ પોતાનું હેલ્થ ચેક અપ કરાવી શકો છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ૫૦ ધનવંતરી રથ કાર્યરત છે તેમજ ૨૧ આરોગ્ય કેન્દ્ર પણ કાર્યરત છે જ્યાં કોઈપણ વ્યક્તિનું કોરોના ચેકિંગ કરી આપવામાં આવે છે. હાલ મહાનગરપાલિકા દ્વારા હોમ આઇસોલેશન સારવાર પણ શરૂ છે. જે વ્યક્તિ હોમ આઇસોલેશન સારવાર હેઠળ હોય અને તેને સ્વાસ્થ્ય બાબતે કોઇ પણ તકલીફ હોય તો પોતાના વોર્ડના આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરનો અથવા મહાનગરપાલિકા-રાજકોટના કંટ્રોલ રૂમના ટેલીફોન નં. (૦૨૮૧) ૨૨૨૦૬૦૦ પર સંપર્ક કરી શકે છે.
- Advertisement -
