આકરા લોકડાઉન સહિતની નીતિઓનો બચાવ કરતા ચીનના રાષ્ટ્રપતિ
આપણા માટે નાગરિકોનું આરોગ્ય-પ્રાથમિકતા: નવા વર્ષનું પ્રથમ રાષ્ટ્રીય સંબોધન
- Advertisement -
ફરી એક વખત કોવિડના મોટાપાયે સંક્રમણ તથા અગાઉના લોકડાઉન સહિતના કારણે લોકોમાં વધી રહેલા અસંતોષ સહિતની પરીસ્થિતિ અને અર્થતંત્રના પડકારોનો સામનો કરી રહેલા ચીનમાં રાષ્ટ્રપતિ શી જીનપીંગે પ્રથમ વખત કોવિડ કંટ્રોલ એ દેશ માટે સૌથી મોટો પડકાર હોવાનું ઉપરાંત દેશના લોકોમાં અસંતોષ તથા મતભેદો હોવાનું સ્વીકાર્યુ છે
નવા વર્ષના પ્રારંભના એક મહત્વના વિધાનોમાં જીનપીંગે અગાઉ લગાવાયેલા સખ્ત- લોકડાઉન- સતત ટેસ્ટીંગ તથા સરહદો ત્રણ વર્ષ સુધી બંધ રાખવાના તેમની સરકારના નિર્ણયોનો બચાવ કરવાની સાથે એ પણ કબુલ કર્યુ કે કોવિડને કાબુમાં લેવો એ આપણા માટે સૌથી મોટો પડકાર છે અને સાથોસાથ એ પણ સ્વીકાર્યુ કે આપણે તેની સૌથી મોટી આર્થિક કિંમત પણ ચૂકવી રહ્યા છીએ.
જીનપીંગે જણાવ્યું કે જયારથી કોવિડના સંક્રમણનો પ્રારંભ થયો છે તે સમયથી આપણે નાગરિકોની આરોગ્ય ચિંતાને સૌથી મોટી પ્રાથમીકતા આપી છે અને અસાધારણ પગલાઓ સાથે આપણે આ અભૂતપૂર્વ પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને હવે કોવિડના નવા સંક્રમણથી આ પડકાર વધ્યા છે.
- Advertisement -
ગત ઓકટોબર માસમાં જીનપીંગ સતત ત્રીજી વખત ચીનના સર્વોચ્ચ વડા અને શાસક સામ્યવાદી પક્ષના બિનહરીફ લીડર તરીકે પોતાને સ્થાપીત કર્યા છે. જો કે તેઓએ કહ્યું કે ચીનનું અર્થતંત્ર એ આ તમામ પડકારોને ઉપાડવામાં સક્ષમ છે. તેઓએ પોતાના વકતવ્યમાં એ પણ સ્વીકાર્યુ કે કોવિડના સામનાથી જે સમસ્યા સર્જાઈ છે તેનાથી આપણા સમાજમાં થોડો અસંતોષ છે. તે પણ વાસ્તવિકતા છે પણ અંતે તો આપણે તેનાથી બહાર આવશું મને આશાનું કિરણ નજરે પડે છે.