યોગ ગુરુ બાબા રામદેવે કોરોના વાયરસના સંક્રમણને પહોંચી વળવા માટે એક નવી દવા લોન્ચ કરી છે.
ભારતમાં આયુર્વેદની 30 હજાર કરોડ રુપિયાની અર્થવ્યવસ્થા છે
- Advertisement -
કાર્યક્રમમાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર
પતંજલિનો દાવો છે કે 70 ટકા દર્દી 3 દિવસમાં દવાના ઉપયોગથી સાજા થયા
કાર્યક્રમમાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ હાજર
- Advertisement -
શુક્રવારે દિલ્હી સ્થિત કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં એક કાર્યક્રમ દરમિયાન રામદેવે આનું એલાન કર્યુ. તેમના કાર્યક્રમમાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ હાજર હતા. બાબા રામદેવે જાણકારી આપી કે પતંજલિના કોરોનિલ ટેબલેટથી હવે કોવિડની સારવાર થશે. તેમણે દાવો કર્યો કે આયુષ મંત્રાલયએ કોરોનિલ ટેબ્લેટને સહાયક દવા તરીકે સ્વીકારી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પતંજલિએ કોરોનિલ સાથે જોડાયેલી રિસર્ચ બુક પણ જારી કરી છે.


