રાજકોટ– રાજયભરના નાગરિકોને કોરોના સામે રક્ષણ આપવા માટે રાજય સરકાર દ્વારા ૨૧ જુન-૨૦૨૧થી શરૂ કરાયેલા ‘‘રસીકરણ મહાઅભિયાન’’ના ભાગરૂપે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે ૧ જુલાઇ-૨૦૨૧ સુધીમાં ૪૫ વર્ષથી વધુ નાગરિકોનું ૬૨.૮૫ ટકા રસીકરણ નોંધાયું છે.
જસદણ તાલુકાના આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૪૫થી વધુ ઉંમર ધરાવતા ૩૯૩૭, ભાડલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૭૨૧, જીવાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૩૬૪૫, કમળાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૧૫૨, કનેસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૧૮૫, કાનપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૫૯૦, લીલાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૮૬૯, વડોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૫૪૧, અને જસદણ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ૧૦૬૧૬ મળી સમગ્ર જસદણ તાલુકાના ૪૫ વર્ષથી વધુના કોરોના વિરોધી રસી લેવાપાત્ર ૪૬૫૫૦ નાગરિકો પૈકી કુલ ૨૯૨૫૬ નાગરિકોએ કોરોના વિરોધી રસી આપવામાં આવી છે.
- Advertisement -
આ રસીકરણ કામગીરીમાં પ્રાંત અધિકારી પ્રિયંક ગલચર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નીલેશ શાહ, જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો. મીતેશ ભંડેરી, જિલ્લા એપિડેમિક અધિકારી ડો. નીલેશ રાઠોડ, તાલુકા વિકાસ અધિકારી પારસભાઇ વાંદા, તાલુકા આરોગ્ય અધિકારી ડો. ધવલ ગોસાઇ, સંબંધિત ગામોના સરપંચો તથા સમગ્ર આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સરાહનીય કામગીરી કરી હતી.


