FST, SST, VST અને VVT ટીમના કર્મચારીઓને સ્પે. એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટના અધિકારો અપાયા
ખાસ-ખબર સંવાદદાતા
આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે ભારતના ચૂંટણી પંચની સ્થાયી સૂચનાઓ અનુસાર ચૂંટણી ખર્ચના મોનિટરિંગ માટે ફ્લાઈંગ સ્ક્વોડ (ઋજઝ), સ્ટેટીક સર્વેલન્સ (જજઝ), વિડીયો સર્વેલન્સ (ટજઝ) તથા વિડીયો વ્યુઇંગ (ટટઝ) ની રચના કરવામાં આવી છે. ચૂંટણી ફરજ પર નિયુક્ત થયેલા આવા અધિકારી કે કર્મચારીઓને સ્પે. એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરી ભારતના ફોજદારી કાર્યરીતિ અધિનિયમ – 1973 હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકે કલમ-44, 103, 104, 129 અને 144 અન્વયે વિવિધ અધિકારો મોરબી જીલ્લા કલેક્ટર અને મેજીસ્ટ્રેટ જી.ટી.પંડ્યા દ્વારા આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મોરબી જીલ્લામાં સમાવિષ્ટ 65-મોરબી વિધાનસભા મતવિસ્તાર, 66-ટંકારા વિધાનસભા મતવિસ્તાર તથા 67-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી માટે ફ્લાઈંગ સ્ક્વોડ (ઋજઝ) માટે પ્રત્યેક મતવિસ્તારમાં ત્રણ એમ કુલ 9 ટીમની રચના કરવામાં આવી છે. સ્ટેટિક સ્ટેટીક સર્વેલન્સ (જજઝ) માટે પ્રત્યેક મતવિસ્તારમાં ત્રણ એમ કુલ 9 ટીમની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત વિડીયો સર્વેલન્સ (ટજઝ) માટે પ્રત્યેક મતવિસ્તારમાં એક એમ ત્રણ તથા વિડીયો વ્યુઇંગ (ટટઝ) માટે પ્રત્યેક મતવિસ્તારમાં એક એમ ત્રણ ટીમની રચના કરવામાં આવી છે જે ટીમો દ્વારા ચૂંટણી બાબતે ખર્ચ મોનિટરિંગની કામગીરી કરવામાં આવી
રહી છે.