અમદાવાદ-130, વડોદરા-43, સુરત-34, ગાંધીનગર-15, મહેસાણા-13, વલસાડ-11 કેસ: 217 દર્દીઓ સ્વસ્થ
સમગ્ર રાજયમાં કોરોના સંક્રમણમાં સતત વધારો નોંધાયો છે. ચાલુ માસના 16 દિવસ દરમિયાન કોરોનામાં 18 દર્દીનાં મોત નોંધાયા છે. રાજયમાં છેલ્લા 24 કલાદ દરમિયાન વધુ નવા 283 પોઝીટીવ કેસ સામે 217 દર્દીઓ સ્વસ્થ થયા છે. વધુ ત્રણ દર્દીઓના મોત નોંધાયા છે.
- Advertisement -
રાજયમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ-130, વડોદરા-43, સુરત-34, ગાંધીનગર-15, મહેસાણા-13, વલસાડ-11, રાજકોટ-5, પાટણ, સુરેન્દ્રનગર 4/4, જામનગર, આણંદ, ભરૂચ, નવસારી 3/3, ખેડા, કચ્છ, મોરબી, સાબરકાંઠા 2/2, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ગીર સોમનાથ 1/1 કેસ મળી કુલ 283 પોઝીટીવ કેસ નોંધાયા છે. અમદાવાદ, ખેડા, અરવલ્લીમાં 1/1 દર્દીનું મોત નોંધાયું છે. વધુ ત્રણ મોત સાથે રાજયનો અત્યાર સુધીનો કુલ મૃત્યુ આંક 11072 નોંધાયો છે.
24 કલાકમાં 217 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજયમાં હાલ 2309 દર્દીઓ સારવાર હેઠળ છે જેમાં અમદાવાદ-930, વડોદરા-343, સુરત-266, મહેસાણા-191, રાજકોટ-181, મોરબી-88, વલસાડ 81, ગાંધીનગર 81, ભાવનગર-34 દર્દીઓ સારવાર હેઠળ છે. હાલ 4 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે.