દિલ્હીમાં હવાનું પ્રદુષણ સતત વધી રહ્યું છે. બધા ચિંતામાં છે. હવાના પ્રદુષણની ગંભીરતાને જોતા સુપ્રિમ કોર્ટમાં હવાના પ્રદુષણને સંબંધિત તાત્કાલિક પગલા લેવા માટે એક અરજી દાખલ કરી છે. સુપ્રિમ કોર્ટએ 10 નવેમ્બરએ સુનાવણી કરવા માટેની તારીખ આપી છે.
એક વકીલએ મુખ્ય ન્યાયધિશ યૂ.યૂ. લલિતની અધ્યક્ષતાવાળી પીઠની સમક્ષ દિલ્હીમાં હવાના પ્રદુષણના કેસને રાખ્યો અને તાત્કાલિક સુનાવણીની માંગણી કરી. તેમણે વધુમાં કહ્યું કે, પરાળી બાળવા માટેની ઘટનાઓમાં વધારાના કારણે હવાના પ્રદુષણના ગંભીર પરિણામો જોવા મળ્યા છે.
- Advertisement -
સુપ્રીમ કોર્ટ હસ્તક્ષેપની કરવા માટે સહમત થઈ
સુપ્રિમ કોર્ટએ આ મામલે જણાવ્યું કે, તેઓ આ વાતથી સહમત છે કે આ કેસમાં તેમના હસ્તક્ષેપની આવશ્યકતા છે. પીઠએ અજી પર સુનાવણી કરવા માટે 10 નવેમ્બરની તારીખ આપી છે. સિસ્ટમ ફોર એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચના આંકડા અનુસાર. રાજધાની દિલ્હીમાં ગુરૂવારના સવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ 418 અંક નોંધવામાં આવ્યો છે.
SC to hear plea on November 10 on worsening air pollution in Delhi-NCR
Read @ANI Story | https://t.co/pKyvhUvTLd #AirPollution #DELHIPOLLUTION #AirQuality #AirQualityIndex #AQI #SupremeCourt pic.twitter.com/h2dmukGITZ
- Advertisement -
— ANI Digital (@ani_digital) November 4, 2022
એર ક્વોલિટી ઇન્ડેક્સ વધવાની શક્યતા
એસએએફએઆરના આંકડાઓ અનુસાર, સાંજ સુધીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ વધારે ખરાબ થવાની શક્યતા છે, જે વધૂને 458 થઇ જશે. જયારે પીએમ 2.5 અને પીએમ 10ની સાંદ્રતાની સામે ક્રમશ: 458 અને 433નો અંક હતો. બંન્ને આંકડા ગંભીરની શ્રેણીમાં આવે છે.
પ્રદુષણ ઓછું કરવા માટે દિલ્હી સરકાર લગાવી શકે છે પ્રતિબંધ
દિલ્હીના કેટલાય વિસ્તારોમાં એક્યીઆઇ ખતરનાક લેવલ સુધી પહોંચી ગયો છએ. હવા સતત ઝેરી બનતી જાય છે. પ્રદુષણને રોકવા માટે દિલ્હી સરકાર કેટલાક પ્રતિબંધો લગાવી શકે છે. જેમાં ઓડ ઇવન સિસ્ટમ, 50 ટકાની સાથે સરકારી ઓફિસમાં કામ એટલે કે વર્ક ફ્રોમ હોમનો નિર્ણય કરી શકે છે. પ્રાઇવેટ ઓફિસમાં ઓછામાં ઓછા લોકોને બોલાવવાની વિચારણા કરી શકાય છે, દિલ્હીના સ્કૂલ અને કોલેજમાં ફરજીયાત ઓનલાઇન ક્લાસને મંજૂરી આપી શકે છે. તેમજ સીએમ અરવિંદ કેજરીવાલએ દિલ્હીમાં પ્રદુષણની સ્થિતિમાં સુધારો થવા સુધી દિલ્હીના પ્રાથમિક સ્કૂલને શનિવાર 5 નવેમ્બરથી બંધ કરવામાં આવી છે.