ઉકા બઢ અને મામદ સુમરા વિરુદ્ધ કાર્યવાહી કરતી ભાયાવદર પોલીસ
ખાસ-ખબર ન્યૂઝ ભાયાવદર
ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયનાઓએ વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી 100 કલાકમાં ગુજરાત રાજ્યમાં રહેતા અસામાજિક કૃત્ય કરનાર ઈસમોની યાદી તૈયાર કરી તાત્કાલિક તેઓની વિરુદ્ધમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સૂચના કરેલ હતી, જે અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા ધોરાજી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજનાઓએ આવા ગુનાહિત ઈતિહાસ ધરાવતાં ઈસમોના રહેણાંક મકાન તથા અન્ય મિલકત બાબતેની ખરાઈ કરી ગેરકાયદે બાંધકામ કે સરકારી જમીન ઉપર દબાણ કરેલ મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
- Advertisement -
જે અન્વયે પોલીસ ઈન્સ્પેકટરના સીધા માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ ટીમના માણસો સાથે અવારનવાર મિલકત સંબંધી તથા શરીર સંબંધી તથા પ્રોહિબીશન તથા જુગારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓનું લિસ્ટ તૈયાર કરી મામલતદાર ઉપલેટા તથા તાલુકા વિકાસ અધિકારી ઉપલેટાની ટીમ તથા આરબી વિભાગ સાથે સંકલન કરી ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઈસમોને તેઓના રહેણાંક મકાન- મિલકતના દસ્તાવેજો રજૂ કરવા નોટીસ આપેલી હતી.
તા. 3-4-2025ના રોજ તાલુકા વિકાસ અધિકારીની ટીમ સાથે અવારનવાર શરીર સંબંધી તથા પ્રોહિબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમ હાર્દિક ઉકાભાઈ બઢ તથા ઉકાભાઈ હમીરભાઈ બઢ (રહે. બંને મેરવદર તા. ઉપલેટા)વાળાનું કબજાવાળુ રહેણાંક મકાન તથા મેરવદર તણસવા રોડ ઉપર આવેલ દુકાન તથા માલઢોર બાંધવા માટે કરેલ ઢાળીયુ આશરે 200 વારનું અનઅધિકૃત દબાણ તોડી પાડવામાં આવ્યું છે. તા. 3-4-2025ના રોજ તાલુકા વિકાસ અધિકારીની ટીમ સાથે અવારનવાર શરીર સંબંધી તથા પ્રોહિબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમ મામદ અનવરભાઈ સુમરા (રહે. પડવલા, તા. ઉપલેટા)વાળાનું કબજાવાળુ માખીયાળા રોડ ઉપર રહેણાંક મકાન આશરે 2500 સ્કેવર ફૂટ અનઅધિકૃત દબાણ તોડી પાડવામાં આવ્યું છે.