રસુલપરામાં મૂર્તિ બનાવનાર પરિવાર ઉપર હુમલો
ધાર્મિક લાગણી દુભાવનાર ત્રણ નામચીન મુસ્લીમ શખ્સો પોલીસ સકંજામાં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં લુખ્ખાઓ બેકામ બન્યા છે. ત્યારે ગોંડલ રોડ પર આવેલા રસુલપરામાં વિધર્મીઓએ ધમાલ મચાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. ગણપતિની મૂર્તિ બનાવનાર કારીગરો પર હુમલો કરી મૂર્તિ તોડી નાખવામાં આવી તેમજ વાહનોમાં પણ તોડફોડ કરી હતી. બનાવને લઇને પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવતા આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.
બનાવની વિગત અનુસાર મૂર્તિકાર કિશન રાઠોડ શનિવારે પરિવાર સાથે જમતા હતા તે દરમિયાન જ કેટલાક શખ્સો લોખંડના પાઇપ સાથે ધસી આવ્યા હતા અને આ વંડામાં તમે કેમ રહો છો અને ગણેશજીની મૂર્તિ કેમ બનાવો છો કહીને તોડફોડ કરી હતી. આ બાબતે સમજાવવા જતા મૂર્તિકાર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. બનાવને પગલે પોલીસ સ્ટેશનમાં કરિયાદ નોંધવામાં આવતા આરોપી અમીન ઉર્ફે ટકો, રફીક મનસુરી, સમીર ઉર્ફે બાપુડીની ધરપકડ કરવામાં આવી હતી.