રેલી સમયે સંઘ અને ભાજપના નેતાઓને નિશાન બનાવવાના હતા: રૂા.4 લાખની રોકડ પણ ઝડપાઈ: પાકની એજન્સી આઈએસઆઈનું પીઠબળ હતું.
દેશમાં એક તરફ ચૂંટણી અને તહેવાર બંનેનો માહોલ બની રહ્યો છે. તે સમયે જ ફરી એક વખત ત્રાસવાદીઓ પણ એકશનમાં આવી રહ્યા હોવાના સંકેત છે અને તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચી રહેલ ત્રણ વ્યક્તિઓને પોલીસે ઝડપી લીધા છે અને તેમની પાસેથી ચાર હેન્ડગ્રેનેડ ઉપરાંત હુમલા માટેની વ્યવસ્થા કરવા માટે ખાસ આપવામાં આવેલા રૂા.5.41 લાખની રોકડ પણ ઝડપાઈ છે.
- Advertisement -
આ ત્રણેય આતંકીઓ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર એ તોયબા સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે અને તેઓ હૈદરાબાદમાં દશેરા રેલી તેમજ આરએસએસ અને ભાજપના નેતાઓ પર હુમલાનું ષડયંત્ર બનાવી રહ્યા હોવાનું પણ મનાય છે.
Three arrested for conspiring to carry out terror attacks in Hyderabad
Read @ANI Story | https://t.co/pnxrzRTQMX#Hyderabad #Telangana pic.twitter.com/GPGoirsauh
- Advertisement -
— ANI Digital (@ani_digital) October 2, 2022
મોહમદ અબ્દુલ ઝાહેદ ઉર્ફે મોટુ મોહમદ સમીરુદીન અને માઝ હસન ફારૂક ત્રણેય જુના હૈદરાબાદમાંથી ઝડપી લેવાયા હતા. ખાસ કરીને તેઓ પાસેથી હેન્ડગ્રેનેડ મળ્યા તે શક્તિશાળી હોવાનું માનવામાં આવે છે અને તેમને પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈના હેન્ડલર દ્વારા આ રોકડ તથા હેન્ડગ્રેનેડ સુપ્રત કરાયા હોવાનું પણ ખુલ્યુ છે.
ખાસ કરીને દશેરા રેલીમાં આ હેન્ડગ્રેનેડ ફેકી તનાવ સર્જવાની તૈયારીમાં હતા અને ત્યારબાદ કોમી તોફાન પણ ફાટી નીકળે તેવું ષડયંત્ર હતું.