જળસંચય માટે સમર્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડો. કુમાર વિશ્ર્વાસની જલકથાનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
સપ્ટેમ્બર 2024ના દિવસે વડાપ્રધાન મોદીએ પાણી બચાવ માટે કરેલા જળસંચય જનભાગીદારીના આહ્વાનનો ગીરગંગા પરિવાર ટ્રસ્ટે અદભૂત પડધો પાડ્યો છે. સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા થતા જળસંથય અભિયાનના કાર્યમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દેશભરમાં ટોચનું સ્થાન ધરાવે છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની કમી નથી પણ જળસંચય વ્યવસ્થાના અભાવે જમીનમાં પાણીના તળ ઊંડા ગયા છે અને પાણીની ગુણવત્તા પણ બગડી છે. પાણી માત્ર વપરાઈ રહ્યું છે. તેને બચાવવામાં આવતું નથી. વાસ્તવમાં અનેક મોટા મોટા ડેમ કરતા પણ જળસંચય માટેની નાનો નાની વ્યવસ્થાઓમાં ખોછા ખર્ચે વધુ સંગ્રહ શક્તિ છે. ધનથી પાણી નહીં બચાવી શકાય. પાણી બધાવવા માટે જળસંચય અનિવાર્ય છે ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ડિસેમ્બર માસમા રાજકોટમાં યોજાનાર કવિ- તત્વચિંતક ડો. કુમાર વિશ્વાસની ત્રણ દિવસની જળકથામાં તમામ નાગરિકોએ પોતાનું યોગદાન આપવું જોઈએ, તેમ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું. તેમજ ગત રવિવારે સર્કિટ હાઉસ ખાતે રાજકોટના ઉધોગપતિઓ અને આગેવાનો સાથે બેઠક કરી હતી જેમાં તેમણે નિર્દેશ કર્યો હતો કે પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરીને સર્વ જીવોની રક્ષા તેમજ પરિવાર સાથે દેશની આર્થિક સમૃદ્ધિમાં વધારો કરવો હશે તો જળસંચય કરવું જ પડશે. ગીરગગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જળસંચય માટે ખરા અર્થમાં વિરાટ કાર્ય કર્યું છે, જે અપેક્ષા કરતાં પણ વધારે છે. સાથે સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ જળસંચય સંદર્ભમાં ખૂબ જ જાગૃત છે. ચિંતિત છે અને કાર્યરત છે ત્યારે જનભાગીદારીથી થતા જળસંચયના કાર્યો જ જમીનમાં ઉંડા ગયેલા પાણીના તળને સપાટી પર લાવી શકાશે. બેઠકમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓને આગામી 15, 16 અને 17 ડિસેમ્બરના રોજ દરરોજ રાત્રે 8 થી 12 દરમિયાન યોજાનાર વિખ્યાત કથાકાર ડો. કુમાર વિશ્વાસની જલકથા : અપને અપને શ્યામ કીમાં તન, મન અને ધનથી જોડાવા માટે ઉદ્યોગપતિઓને આગ્રહપૂર્વક અપીલ કરી હતી.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે રાજકોટના તેમના રોકાણ દરમિયાન ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત કુમાર વિશ્વાસની જલકથાની તૈયારીઓ અને આયોજનની પણ સમીક્ષા કરી હતી અને આ સંદર્ભમાં જ રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે બેઠક પણ કરી હતી. આ જાગૃતિ માટે ગીરગંગા દ્વારા ડો. કુમાર વિશ્વાસની જલકથા યોજાઇ રહી છે ત્યારે તેમણે ઉદ્યોગપતિઓને પોતાની માતૃભૂમિ અને કર્મભૂમિમાં જળસંચયનું કામ ઉપાડી લેવા તથા સહયોગી બનવા માટે આગ્રહ કર્યો હતો. આ પૂર્વે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ વરસાદનું એક ટીપુ પાણી પણ દરિયામાં ન જાય તે માટે જનજાગૃતિ કેળવવા અને ગીરગંગાના માધ્યમથી 1,11,111 જળસંચયના સ્ટ્રકચરો ઊભા કરવા માટેના સંકલ્પ તરફ પ્રતિબંધતા વ્યક્ત કરી હતી.



