પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ અને આપના કારનામાઓ ઉઘાડા પાડ્યાં
અરવિંદ કેજરીવાલ જ્યાં ચૂંટણી હોય ત્યાં પહોચી જાય છે: રવિશંકર પ્રસાદ
- Advertisement -
રવિશંકર પ્રસાદની રાજકોટમાં યોજાયેલી પ્રેસ કોફ્રેન્સમાં ભાજપ પ્રવક્તા રાજુભાઈ સાથે રહ્યા
ખાસ-ખબર સંવાદદાતા
ભાજપના રાષ્ટ્રીય નેતા અને પૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે રાજકોટ ખાતે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભાજપની સરકાર 27 વર્ષથી ગુજરાતમાં છે. આ એન્ટીઇન્કબનસી નથી પ્રોઇન્કબનસી છે. રાજકોટમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ અને એઇમ્સ આપ્યું છે. ગુજરાત સ્ટાર્ટઅપ, આઇટીનું હબ બન્યું છે. રાજકોટમાં પણ મેટ્રો શરૂ થવી જોઈએ. રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે મહત્વનું શહેર છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે રહીને રાજ્યને વિકાસની એક નવી ઉચાઈ આપેલી. અત્યારે આપણા વડાપ્રધાનશ્રીએ ભારતની ક્ષમતા અને ઇજ્જત સમગ્ર દુનિયામાં બનાવેલી છે. રાહુલ ગાંધી ક્યાં છે કોઇને ખબર નથી. ભારત જોડો સારી વાત છે પણ પહેલા પાર્ટી જોડવાની જરૂર છે. કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે ગુજરાતના મહાનુભાવોને અપમાનિત કરતા રહેવાનું, સરદાર પટેલની પ્રતિમા પાસે કોંગ્રેસના નેતા ક્યારેય નથી ગયા. અરવિંદ કેજરીવાલ ફ્રી સ્ટાઇલ લીડર છે. જ્યાં ચૂંટણી હોય ત્યાં જતા રહે છે. ગુજરાતમાં આપને એક સીટ પણ નહિ મળે. સત્યેન્દ્ર જૈન જેલમાં છે પણ એમનું રાજીનામુ લેવામાં આવતું નથી.
દુનિયામાં ત્રીજા નંબરનું મોટું સ્ટાર્ટઅપ ભારત આપી રહ્યું છે. સ્ટાર્ટઅપ અને આઈટી ક્ષેત્રે પણ ગુજરાત વિકાસ સાધી રહ્યું છે. આપણા યાત્રાધામોનો જીર્ણોધ્ધાર થઈ રહ્યો છે અને યાત્રીકોની સુવિધાઓ વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત વિકસિત અને વિકાસશીલ રાજ્ય છે. આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પુન સત્તારુઢ થશે. આ પત્રકાર પરિષદમાં પ્રારંભમાં ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે સ્વાગત પ્રવચન કર્યું હતું.



