– પિતાને શ્રદ્ધાંજલિ આપી રાહુલે કરી શરૂઆત
આજથી કોંગ્રેસ Bharat jodo yatra શરૂ કરવા જઈ રહી છે. કન્યાકુમારીથી કશ્મીર 150 દિવસમાં 3570 કિમી જેટલું અંતર કાપવામાં આવશે. એ રાહુલ ગાંધી પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી.
- Advertisement -
રાજીવ ગાંધી શહીદ સ્મારક પહોંચ્યા રાહુલ
ભારત જોડો યાત્રા શરૂ કરતા પહેલા રાહુલ ગાંધી રાજીવ ગાંધી સ્મારક પહોંચ્યા અને ત્યાં પિતાને શ્રદ્ધાંજલિ આપી. મિશન 2024 પહેલા કોંગ્રેસે પદ યાત્રા દ્વારા પાર્ટીને પુનર્જીવિત કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
Tamil Nadu | Congress MP Rahul Gandhi pays floral tribute at Rajiv Gandhi memorial in Sriperumbudur ahead of Bharat Jodo Yatra pic.twitter.com/aV2FAORZgF
- Advertisement -
— ANI (@ANI) September 7, 2022
150 દિવસમાં 3570 કિમી અંતર કાપશે
આજથી કોંગ્રેસ ભારત જોડો યાત્રા શરૂ કરી રહી છે. આ યાત્રા 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થશે. દરરોજ 21 કિલોમીટર ચાલ્યા બાદ 150 દિવસમાં 3 હજાર 570 કિલોમીટરનું અંતર કાપીને કાશ્મીર પહોંચશે.
પહેલા આ આખી યાત્રા રાહુલ ગાંધીના નેતૃત્વમાં થવાની હતી, પરંતુ હવે તેઓ વચ્ચેથી યાત્રામાં જોડાતા રહેશે. રાહુલ ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરતા પહેલા સવારે શ્રીપેરુમ્બુદુરમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સ્મારક પર પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. આ સાથે તેઓ કન્યાકુમારીમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે જ્યાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન તેમને રાષ્ટ્રધ્વજ સોંપશે.
કન્યાકુમારીમાં ‘ગાંધી મંડપમ’ ખાતેના કાર્યક્રમ દરમિયાન તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન પણ હાજર રહેશે, ત્યારબાદ રાહુલ ગાંધી અન્ય કોંગ્રેસના નેતાઓ સાથે જાહેર રેલી સ્થળની મુલાકાત લેશે જ્યાંથી યાત્રા ઔપચારિક રીતે શરૂ થશે. કન્યાકુમારીથી શ્રીનગર સુધીની 3,570 કિલોમીટર લાંબી યાત્રાની ઔપચારિક શરૂઆત રેલીમાં થશે. પદયાત્રા 11મી સપ્ટેમ્બરે કેરળ પહોંચશે અને આગામી 18 દિવસ સુધી રાજ્યમાંથી પસાર થઈને 30મી સપ્ટેમ્બરે કર્ણાટક પહોંચશે. આ યાત્રા કર્ણાટકમાં 21 દિવસ સુધી ચાલશે અને પછી ઉત્તર તરફ અન્ય રાજ્યોમાં જશે.
LIVE: Shri @RahulGandhi at prayer gathering in memory of Former Prime Minister Shri Rajiv Gandhi in Sriperumbudur. https://t.co/58rh9b5RvA
— Congress (@INCIndia) September 7, 2022
કોંગ્રેસની ભારત જોડો યાત્રા વિશે 10 મોટી વાતો