બજેટ સત્રમાં સંસદના બંને ગૃહમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. આજે લોકસભામાં ભારે હોબાળા વચ્ચે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ ધ્વનિ મતથી પસાર થઈ ગયો છે. આવું 22 વર્ષ બાદ પહેલીવાર થયું છે જે જ્યાં વડાપ્રધાનના ભાષણ વિના જ લોકસભામાં આભાર પ્રસ્તાવ પસાર થયો હોય. PM મોદીના ભાષણ ન થવા પાછળ ચોંકાવનારો દાવો કરાઈ રહ્યો છે.
મહિલા સાંસદોને આગળ કરી PM મોદી પર હુમલો કરવાનો પ્લાન હતો: રિપોર્ટ
- Advertisement -
ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ અનુસાર કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર શારીરિક હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું. લોકસભાના સ્પીકરને માહિતી મળી હતી કે કોંગ્રેસ મહિલા સાંસદોને ઢાલ બનાવી વડાપ્રધાન મોદી પર હુમલો કરવાનું કાવતરું રચી હતી. જે બાદ લોકસભા સ્પીકરે વડાપ્રધાન મોદીના ભાષણ વિના જ આભાર પ્રસ્તાવ પસાર કરવાનો નિર્ણય લીધો.

ભાજપ સાંસદ મનોજ તિવારીએ પણ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું છે કે, કોંગ્રેસ મહિલા સાંસદોને ઢાલ બનાવી PM મોદી પર હુમલો કરવાની તૈયારીમાં હતી.




