TRP અગ્નિકાંડ સળગ્યો
હીન સરકાર પાસે દયાની શું અપેક્ષા રાખી શકાય : ગેનીબેન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરાયા નથી અને જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે, તેવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી હતી. આ રેલીમાં કોંગ્રેસના ગુજરાતના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિજ્ઞેશ મેવાણી, વિમલ ચુડાસમા સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલાવવાની માગ સાથે પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા કોંગ્રેસે તૈયારી બતાવી છે. જો સરકાર દ્વારા રજૂઆત પર ધ્યાન નહિ દેવામાં આવે તે આગામી 25 જૂને રાજકોટ બંધની ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી છે.
ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, આજે રાજકોટ પોલીસ કમિશનરને મળી તેમને વિગતથી માહિતગાર કર્યા છે. આ રજૂઆતમાં ખાસ જણાવાયું છે કે, અગાઉ જે રાજકોટ મ્યુ. કમિશનર હતા, તેમને તપાસ સોંપવામાં આવે તે યોગ્ય નથી. જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થયો હોય તેવા જ અધિકારી તપાસ કરે તો સત્ય બહાર આવી શકે નહીં. ગુજરાત પોલીસ વિભાગમાં જેનું સારું નામ છે. તેમજ જેના પર લોકોને વિશ્વાસ છે, તેવા અધિકારીને તપાસ સોંપવી જોઈએ. જુદા-જુદા વિભાગમાંથી પીડિતનાં વકીલો અને પરિવારો જેના નામ કહે તેને તપાસ સોંપવી જોઈએ. અગાઉ મ્યુ. કમિશનર જગદીશન જેમ લોકોના દિલ જીતી ગયા હતા, તેવી કામગીરી પોલીસ કમિશનર બ્રિજેશ ઝા પાસે હોવાનું પણ તેમણે કહ્યું હતું. તેમજ આ રજૂઆતને શાંતિથી સાંભળી ઝીણવટભરી તપાસ કરવાની ખાતરી પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.
- Advertisement -
અમને પીડિતોને સુભાષ ત્રિવેદીવાળી SITના જોઈએ એટલે ના જ જોઈએ
આજરોજ કોંગ્રેસે કરેલા દેખાવ-પ્રદર્શનમાં ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ સરકાર દ્વારા તપાસ માટે રચાયેલી સીટના વડા સુભાષ ત્રિવેદી વિરુદ્ધ બેનર દર્શાવ્યા હતા. પીડિતોએ બેનર દર્શાવી માંગણી કરી હતી કે, અમને પીડિતોને સુભાષ ત્રિવેદીવાળી જઈંઝના જોઈએ એટલે ના જ જોઈએ. કોંગ્રેસે સીઆઈડી ક્રાઈમના ડાયરેક્ટર જનરલ અને એસઆઈટીના અધ્યક્ષ સુભાષ ત્રિવેદી અને અન્ય સભ્યોની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, અગાઉ મોરબીની ઘટનાની તપાસ કરી રહેલી એસઆઈટીના અહેવાલને ચાર્જશીટનો ભાગ બનાવવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં સરકાર સીટ તપાસ શા માટે કરે છે? મેવાણીએ નિર્લિપ્ત રાય, સુધા પાંડે અને સુજાતા જેવા આઈપીએસ અધિકારીઓ દ્વારા તપાસની માંગ કરી છે.
કોંગ્રેસની પીડિતોને ન્યાય અપાવવામાં અને ભાજપ નેતાઓ ઉદ્દધાટન વ્યસ્ત
એક તરફ કોંગ્રેસ પીડિતોના ન્યાય માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે, તો બીજી તરફ ભાજપના સાંસદ મીઠાઇની દુકાનનું ઉદ્દધાટન કરે છે. સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ મીઠાઇની દુકાનનું ઉદ્દઘાટન કરતા હોવાના ફોટો મૂક્યા છે. અગ્નિકાંડની શાહી સૂકાય નથી, ત્યાં ભાજપના નેતાઓ ઉદ્દધાટનના કાર્યક્રમો કરવા લાગ્યા છે.
મેવાણીએ રાજકોટ કૉંગ્રેસને જીવતી કરી
રાજકોટ કોંગ્રેસમુક્ત થાય તે પૂર્વે જીજ્ઞેશ મેવાણીએ પક્ષમાં પ્રાણ ફૂંકયા છે. અહીં આવી તેમણે અગ્નિકાંડ પીડિતોના ન્યાય માટે જે લડત ચલાવી છે તે લડત બાદ કોંગ્રેસમાં ઉર્જાનો સંચાર થયો છે અને રાજકોટવાસીઓએ પણ કોંગ્રેસની લડતને સાથ-સમર્થન આપ્યું છે. આજે જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસ કમિશનરે યોગ્ય તપાસની ખાતરી આપી છે, પણ અમને ભાજપ સરકાર ઉપર ભરોસો નથી.
અગાઉના મોરબી તક્ષશિલા અને હરણી સહિતના કાંડમાં ભારતીય જનતા પાર્ટીએ એકપણ પીડિતને ન્યાય આપ્યો નથી. ત્યારે જ્યાં સુધી નોનકરપ્ટ અધિકારીઓને તપાસમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસનું આંદોલન ચાલુ રાખવામાં આવશે. આજે પોલીસ કમિશનરને આ માટે રજૂઆત કરવાની સાથે પીડિતો માટે રૂ. 1 કરોડનું વળતર તેમજ ફાસ્ટટ્રેક કોર્ટમાં 1 વર્ષમાં ચુકાદો આવે તે રીતે આ કેસ ચલાવવા સહિતની માંગ કરાઈ છે. અમારી માંગો અંગે સરકાર દ્વારા કોઈ જવાબ આપવામાં નહીં આવે તો 25 જૂને રાજકોટની જનતાને સાથે જોડી બંધ પાળવામાં આવશે.