વિધાનસભા ૬૮ના વિસ્તારમાં આવેલા ટી.પી.સ્કીમના રસ્તાઓ તત્કાલ ખુલ્લા કરાવી માળખાકીય સુવિધા પૂરી પાડવા અંગેની રજૂઆત કરતા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત અને પુવ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા
રાજકોટ ટી.પી. સ્કીમ નં.૩૧ ની કામગીરી શરુ કરવા ભલામણ કરતા વિપક્ષીનેતા
રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પ્રદીપ ભાઈ ત્રિવેદી અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણીને ટી.પી.રોડ રસ્તા ખુલ્લા કરાવવા અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા ખેડૂતો અને વિસ્તારવાસીઓ એ કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી અને વિપક્ષીનેતા ભાનુબેન સોરાણીને રજૂઆત કરેલ છે જે પરત્વે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનીસીપલ કમિશ્નરને ઉદ્દેશીને લેખિત રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યું છે કે રાજકોટ શહેરના પૂર્વ વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધાઓનો પશ્ચિમ વિસ્તારની સાપેક્ષમાં ઘણો અભાવ છે ત્યારે મહાનગરપાલિકાના તંત્ર તરફથી ભેદભાવ પૂર્ણ દ્રષ્ટિકોણ દુર કરી રસ્તા પાણી તથા આરોગ્ય ની બાબતે સત્વરે સુવિધાઓ વિકસાવવાની જરૂર છે.
- Advertisement -
રાજકોટના ઉપલા કાંઠા તરીકે ઓળખાતા વિસ્તારોમાં મહદ અંશે મધ્યમ તથા નિમ્ન મધ્યમ વર્ગની રહેણાંક સોસાયટીઓ આવેલી છે તે જનતાને સૌ પ્રથમ સુવિધાઓ મેળવવાનો હક્ક તથા જરૂરિયાત હોવા છતાં પ્રાથમિક સુવિધાઓ ઘણી ઉતરતી કક્ષાની છે.
રાજ્ય સરકાર દ્વારા હાલમાં અમલમાં રહેલ ટાઉન પ્લાનિંગ એક્ટની જોગવાઈ મુજબ ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ મંજુર થયે સત્વરે ટી.પી.ના રસ્તાઓ ખુલ્લા કરી તાત્કાલિક વાહન વ્યવહારની સુવિધાઓ પૂરી પાડવાની મહાનગરપાલિકાની ફરજ છે પરંતુ, મહદ અંશે અધિકારીઓ દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી માત્ર પસંદગીના રસ્તાઓ જ ખોલવામાં આવે છે જે સમગ્ર વિસ્તારના વિકાસને તથા સામાન્ય પ્રજાની સવલતોને અવરોધે છે આપશ્રી દ્વારા પ્રાથમિક સગવડો તથા આરોગ્યને અગ્રતા આપવાની જે કાર્યપ્રણાલી જાહેર કરવામાં આવી છે તેની વિરુદ્ધ ની કામગીરી કરતા અધિકારીઓને તાકીદ તથા જરૂરી નશ્યત કરવા અમારી કમિશ્નરશ્રીને રજૂઆત છે.
તેમજ હાલમાં વોર્ડ નં.૪ માં અમદાવાદ તથા મોરબી રોડ તેમજ રીંગ રોડને સાંકળતી ટી.પી. સ્કીમ નં.૩૧ આશરે ૯ વર્ષ પહેલા ડ્રાફ્ટ મંજુર થવા છતાં તેના તમામ ટી.પી.રોડ ખોલવામાં આવેલ નથી ટાઉન પ્લાનિંગ સ્કીમનું મહત્વનું પાસું તેનું અમલીકરણ હોવા છતાં તેમજ ભૂતકાળમાં નામદાર હાઈકોર્ટ દ્વારા આ અંગે મ.ન.પા.ને તાકીદ તથા ઠપકો આપવામાં આવેલ હોવા છતાં હાલની તારીખે પણ અમલીકરણમાં બેદરકારી દાખવાયેલ છે આ અંગે કમિશ્નરશ્રી તાકીદના ધોરણે આગામી ચોમાસું તથા અસહ્ય વિલંબ ને ધ્યાને લઇ સત્વરે ટી.પી.સ્કીમ નં.૩૧ તથા સમગ્ર વિધાનસભા ૬૮ ના વિસ્તારમાં નોટિફાઇડ થયેલ તમામ રસ્તાઓ ખુલ્લા કરાવીને આપની ફરજ બજાવશો તેવી અમારી ભારપૂર્વક રજૂઆત છે. આ અંગે સંલગ્ન ટાઉન પ્લાનિંગ તથા બાંધકામ વિભાગના જવાબદાર અધિકારીઓને આદેશ ફરમાવવા વિનંતી કરતા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, ભાનુબેન સોરાણી, રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત અને પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ જણાવ્યું છે. તેમજ આ રજુઆતમાં ઠાકરશીભાઈ ગજેરા, અરવિંદભાઈ ભેંસાણયા, જીતેન્દ્રભાઈ રૈયાણી, હર્ષદભાઈ વધેરા સહિતના આગેવાનો જોડાયા હતા.