રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ ફૂલહાર પહેરાવી સરદાર પટેલના નારા ઉચ્ચારી શ્રદ્ધાંજલિ આપી 
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી છે. ભારત રત્નથી સન્માનિત સરદાર વલ્લભભાઈ પટેલે 15 ડિસેમ્બર, 1950ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. દેશની એકતા અને અખંડિતતામાં તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસના કાર્યકરો દ્વારા બહુમાળી ભવન ખાતે આવેલા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ હાર પહેરાવી સરદાર પટેલના નારા ઉચ્ચારી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શહેર કોંગ્રેસના કાર્યકતાઓ દ્વારા પુણ્યતિથી નિમિતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભારતના એકીકરણનું નેતૃત્વ કરેલ. ભારતના સ્વાતંત્રય સંગ્રામના સૌથી અગ્રણી નેતાઓમાંના એક નેતા હતા. તેમનો જન્મ 31 ઓકટોબર, 1875ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ વ્યવસાયે વકીલ હતા, પરંતુ તેમના દેશ પ્રત્યેના પ્રેમે તેમને રાજકારણી અને સ્વતંત્રતા સેનાની બનાવ્યા.ભારત અને વિશ્વભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ તેમના દૃઢ મનોબળના કારણે લોખંડી પુરૂષ તરીકે પણ ઓળખાય છે. ગુજરાતના બે સપૂત મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી એક જ માસમાં આવે છે.ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલએ રાષ્ટ્રના તાણાવાણાને કોઠાસૂઝથી સાંકળી અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું. તેમના નેતૃત્વના ગુણો અને જનતા સાથે જોડાવવાની ક્ષમતાએ તેમને સરદાર પટેલનું બિરૂદ અપાવ્યું હતું.



 
                                 
                              
        

 
         
        