ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત ભાજપના જાણીતા અગ્રણી નેતા, પૂર્વ ગર્વનર અને રાજકોટને ગૌરવ અપાવનાર વજુભાઈ વાળાના આંગણે તેમના પૌત્રના લગ્ન પ્રસંગનું ભવ્ય આયોજન કરાયું છે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ વિશેષ ઉપસ્થિત રહી પૌત્ર દર્શિલ ભવદિપભાઇ વાળાને અંતરના રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
- Advertisement -
શક્તિસિંહ ગોહિલ અને વજુભાઈ બંને રાજકીય ક્ષેત્રે અલગ-અલગ પાર્ટીમાં કાર્ય કરી રહ્યા છે. પરંતુ અહીં પરસ્પરના સંબંધોને મહત્વ આપી મિત્રતાના ઉત્તમ દર્શન કરાવ્યા છે. વજુભાઈ વાળાના આંગણે મંગલ લગ્ન પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલ-કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલની હાજરી હતી. સાથે વજુભાઇ વાળાના પી.એ. તેજશભાઇ ભટ્ટી હાજર રહ્યા હતા. આ પ્રસંગે અનેક મહાનુભાવો અને સમાજ શ્રેષ્ઠિઓએ હાજરી આપી હતી. ત્યારે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ વિશેષ ઉપસ્થિત રહી દર્શિલને અંતરના રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.