ખાસ-ખબર સંવાદદાતા
1 ડિસેમ્બરના રોજ યોજાયેલ વિધાનસભાની ચૂંટણી મતદાનમાં બોગસ મતદાન થયાની ફરિયાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ ચૂંટણી અધિકારીને કરી હતી. જેમાં લેખિત ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, માણાવદર અને વિસાવદરનાં અમુક ગામોમાં બોગસ મતદાન થયુ છે અને ફેર મતદાનની માંગણી કરી હતી. આ અંગેની વિગત મુજબ માણાવદર વિધાનસભાનાં વંથલી તાલુકાનાં બાલોટ ગામે ભાજપ તરફી બોગસ અને ખોટુ મતદાન થયેલ છે. આ ઉપરાંત વિસાવદર વિધાનસભાનાં ડુંગરપુર ગામમાં બુથ નં.4માં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે મતદાન મથકમાં ઘુસીને જાતે જ ઇવીએમ મશીનના બટન દબાવેલ છે તે સીસીટીવી કેમેરા અને વિડીયો રેકોર્ડીંગમાં કેદ થયુ હોય તેની પણ તપાસ કરવાની માંગ કરી છે.