ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત રાજ્યનું વિકાસલક્ષી 2025-26નું બજેટ વિધાનસભામાં રજૂ કરેલ છે. બજેટને આવકારતા વિધાનસભા-69ના ધારાસભ્ય દર્શિતા શાહ એ જણાવેલ કે ગુજરાતના પનોતાપુત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાત રાજ્યની શરૂ કરેલ વિકાસયાત્રા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગળ ધપી રહી છે. કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ 3,70,250 કરોડનું બજેટ રજૂ કરેલ છે.આ બજેટમાં પાંચ મહત્ત્વની જાહેરાત કરવામાં આવેલ છે. પાંચ વિભૂતિને આ વર્ષે સમર્પિત કરવામાં આવ્યું છે અને જનાધારના પાંચ સ્તંભ પર આ બજેટ મૂકવામાં આવ્યો છે. તેથી આ બજેટ પંચામૃત બજેટ છે. જેમાં દરેક વર્ગ અને દરેક સમાજ દરેક ક્ષેત્રને આવરી લેવામાં આવેલ છે.
- Advertisement -
ગુજરાતની વિકાસની નવી ગતિ પ્રદાન કરવા 50 હજાર કરોડની જોગવાઈ ધરાવતા વિકસિત ગુજરાત ફંડની સ્થાપના કરાય છે. સુરતની જેમ રાજ્યમાં અન્ય પાંચ રિજીયોનલ ગ્રોથ હબ અમદાવાદ વડોદરા રાજકોટ સૌરાષ્ટ્ર કોસ્ટલ અને કચ્છમાં બનાવવાશે.વિકસિત ગુજરાતને નવી ગતિ આપવા બે નવા ગ્રીનફ્રેડ એક્સપ્રેસ વે ઉત્તર ગુજરાતના ડીસાને સૌરાષ્ટ્રના સમુદ્રી વિસ્તાર પીપાવાવ સાથે જોડવાથી ઔદ્યોગિક આર્થિક વિકાસને વેગ મળશે 12 હાઈ સ્પીડ કોરિડોર બનાવાશે.સોમનાથ- દ્વારકા એક્સપ્રેસ વે થી અમદાવાદ-રાજકોટ અને દ્વારકા-સોમનાથ-પોરબંદર સાથે જોડવા થી દ્વારકા અને સોમનાથ જતા પ્રવાસીઓને વધુ સરળ એર એક્ટિવિટી મળશે.ગ્રીન ગ્રોથ સંકલ્પ સાકાર કરવા ઈલેક્ટ્રીક વાહન ઉપર હાલ 6% સુધી વાહન વેરો છે તે મા સંપૂર્ણ ઈલેક્ટ્રીક બેટરી થી ચાલતા વાહન પર એક વર્ષ માટે 5% સુધી રિબેટર આપી અસરકારક 1% લેખે વેરાનો દર રાખવાનો નિર્ણય છે.સ્ટેમ્પ ડ્યુટીના દરમાં રાહત અને સરળીકરણ નો નિર્ણય આવકારીએ છીએ.પ્રધાન મંત્રી આવાસ યોજના સહાયમાં 50 હજારનો વધારો કરી 1.70 લાખ કરવામાં આવી.વન બંધુઓના વિકાસ માટે 30 હજાર કરોડની ફાળવણી કરાઈ.કૃષિ યાંત્રિકીકરણ થકી ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે 1500 કરોડથી વધુ સહાય યુવા શક્તિ માટે 7 ટેકનિકલ સંસ્થામાં અઈં લેબ અને સ્ટાર્ટ અપ માટે અનુકૂળ ઇકો સિસ્ટમ ઊભી કરી ચાર રિઝ્યુનલ ઈંઇ હબ ની સ્થાપના કરાશે. નારી શક્તિના સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે સખી સહાય યોજના પ્રારંભ કરાશે.