રજૂઆત સૌની યુવા સોશ્યલ ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશભાઈ વાગડીયાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક આવેદન પત્ર પાઠવી જણાવેલ છે કે ગુજરાત સરકાર દ્વારા કોરોના મહામારી દરમિયાન હોટેલ, રેસ્ટોરન્ટને પડેલી મુશ્કેલીઓ અને ધંધા રોજગાર ઉપર થયેલી અસરને ધ્યાનમાં રાખીને સંવેદન રાજ્ય સરકારે ગુજરાતની તમામ હોટેલ અને રેસ્ટોરન્ટનાં વેરા માફ કરી સરાહનીય કાર્ય કરેલ છે.સરકારે હોટેલ અને રેસ્ટોરન્ટની હાલાકી જોઈને જે નિર્ણય કર્યો છે. તે મુજબ “ગુજરાત સુર્વણકાર કારીગરોની આશરે બે લાખ દુકાનો બંધ હોવાથી તેમજ છેલ્લા સવા વર્ષથી સુર્વણકાર કારીગરો પાસે કામકાજ ન હોવાથી કારીગરો આપધાત જેવા પગલાંઓ ભરવા મજબુર થયાં હતાં તથા પોતાના પરિવાર માટે સુર્વણકાર સમાજનાં કલા કારીગરીનો ધંધો છોડવા મજબૂર બન્યા હતા.
ગુજરાતનાં બે લાખ જેટલા સુર્વણકારનાં ધંધા સવા વર્ષથી બંધ હોય અને ચાર મહિનાથી તો ગુજરાત સંપૂર્ણ બંધ હોય, જે ધ્યાનમાં રાખીને ગુજરાત સુર્વણકાર કારીગરોનાં છેલ્લા એક વર્ષ માટેનાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો દુકાનોના વેરા માફ કરવા અને આશરે બે લાખ દુકાન તથા સુર્વણકાર કારીગરોની વેદનાને સમજીને સંવેદનશીલ મુખ્યમંત્રી તથા રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરે અને સુવર્ણકાર કારીગરોને રાહત કરી આપે એ માટે હાર્દિક અપીલ કરેલ છે.