સાબળે વાઘીરે કંપનીના મેનેજરે બીડી, સ્ટીકર, રેપર નકલી હોવાનો કર્યો ઘટસ્ફોટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના બજરંગવાડી વિસ્તારમાંથી પકડાયેલ નકલી બીડીના જથ્થામાં મોટો ખુલાસો થયો હતો નકલી બીડીનો જથ્થો તામીલનાડુથી આવ્યો હોવાનો કંપનીના મેનેજરે ઘટસ્ફોટ કરતાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં મહિલા સામે ફરિયાદ નોંધાવાઈ છે. પ્રાપ્ત વિગત મુજબ યુવા ધન નશાના રવાડે ન ચડે તથા નાકોર્ટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા સે-નો ટુ ડ્રગ્સ અંતર્ગત નાર્કોટીકસ પદાર્થનું સેવન કરનારા શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની પોલીસ કમિશ્ર્નર બ્રજેશકુમાર ઝાએ આપેલી સુચનાથી એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ જાડેજા, મહાવીરસિંહ ઝાલા, કોન્સ્ટેબલ અનોપસિંહ જાડેજા અને મોનાબેન બુસા પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ સંયુકત બાતમીના આધારે બજરંગવાડીમાં બાગે રહેમત લખેલ મકાનમાં દરોડો પાડયો હતો. જેમાંથી છુટી જુડી દોરાથી વીંટેલ, લાલ રંગના સાબડે બીડી લખેલ કાગળો, ગુલાબી રંગના જુડી પેકીંગ માટેના સાબડે બીડી લખેલ કાગળો સંભાજી લખેલ ગોળ સ્ટીકર સહિતનો રૂા. 1.પ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને પરસાણાનગરમાં રહેતા અને સાબળે વાઘીરે કંપનીના બ્રાન્ચ મેનેજર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરતાં ઘનશ્યામભાઈ ત્રિભોવનદાસ પોબારું ઉ.52ને બોલાવી ખરાઈ કરવાનું જણાવતા બીડી, તેનું તમાકુ, સ્ટીકર, રેપર વગેરે પોતાની કંપનીનું નહીં નકલી હોવાનો રિપોર્ટ આપતા ડીસીબી પોલીસે મેનેજરની ફરિયાદ પરથી બજરંગવાડીના રસીદાબેન સલીમભાઈ સમા સામે કોપી રાઇટ ભંગ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.