ક્રાઇમ બ્રાન્ચએ ક્રિષ્ના વોટર પાર્ક, ઇન્ફિાનિટી, નૉક આઉટ, વલ્ડ ઓફ વન્ડર, ફનબ્લાસ્ટ એન્ટરટેઇન્મેન્ટ સહિતના સંચાલકો સામે નોંધ્યો ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
- Advertisement -
રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએ મનોરંજનના ગેમઝોન ચાલતા હોય તે ગેમઝોન ચેક કરવા તેમજ તે ગેમઝોનમાં કોઇ ગેરકાયદેસરની પ્રવૃતિ ચાલતી હોય તેવા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સરકારે સુચના કરેલ હોય, જે સુચના અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમે કાલાવડ રોડ પર કિસ્ટ્રલ મોલના ત્રીજા માળે આવેલ ગેમ ઝોન જેમાં તપાસ કરતાં ગેમ ઝોનના સંચાલક ભરતભાઈ રામભાઈ ખાચર (ઉવ.40, રહે.કોઠારીયા રોડ, રામ રણુંજા સોસાયટી, શેરી નં-3, રાજકોટ) પાસે ગેમઝોન ચલાવવા બાબતનુ કોઇ લાયસન્સ કે કોઈ આધાર ન હોય અને નિયમ મુજબના કોઇ સાધનો નહી રાખી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ગેમઝોન લાયસન્સ વગર ચલાવતા હોય જેથી ગેમ ઝોનમાં સંચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ જ પ્રમાણે શહેરનાં કુવાડવા રોડ, ડી માર્ટ પાસે, બોમ્બે સુપર મોલમાં ચોથા માળે આવેલ વલ્ડ ઓફ વન્ડર ગેમઝોનનું લાયસન્સ કે કોઈ આધાર કે મંજુરી ન હોય જેથી ગેમ ઝોનના સંચાલક હિતેષભાઈ રામભાઈ ઓડેદરા (ઉ.વ.26, રહે.રાજનગર ચોક, રાજનગર સોસાયટી શેરી નં.3, રાજકોટ, મુળ-રાણાવાવ જી.પોરબંદર) સામે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો હતો. શહેરનાં સરીતા વિહાર રોડ, કાલાવડ રોડ, મોટામવા પાસે આવેલ નોક આઉટ ગેમઝોનનું લાયસન્સ કે કોઈ આધાર કે મંજુરી ન હોય જેથી ગેમ ઝોનના સંચાલક દીવ્યેશભાઈ ધીરુભાઇ કાકડીયા (ઉ.વ.26, રહે.આકાશ, શ્યામ પાર્ક, શેરી નં.3, બાપા સીતારામ ચોક પાસે, મવડી રાજકોટ) ની અટકાયત કરી ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો હતો તેમજ કોસ્મોપ્લેક્સ સીનેમાની અંદર આવેલ ગેમ ઝોનનું લાયસન્સ કે કોઈ આધાર કે મંજુરી ન હોય જેથી ગેમ ઝોનના સંચાલક અંકિતભાઈ લાલજીભાઈ બોઘાણી (ઉ.વ.32, રહે.150 ફુટ રીંગ રોડ, રાણી પાર્ક, ગાયત્રી પાર્ક, શેરી નં-5, રાજકોટ) ની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી સંચાલક સામે ગુનો દાખલ કર્યો હતો તેમજ તાલુકા પોલીસ સ્ટેશનની સામે આવેલ ઈન્ફીનીટી ગેમઝોનનું લાયસન્સ કે કોઈ આધાર કે મંજુરી ન હોય જેથી ગેમ ઝોનના સંચાલક રાજ પરાગભાઈ રૈયાણી (ઉ.વ.27, રહે.નંદનવન સોસાયટી, આત્મીય કોલેજની સામે, કાલાવડ રોડ, રાજકોટ) સામે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
શહેરનાં નવા 150 ફુટ રીંગ રોડ, કટારીયા ચોકડી પાસે, ગીર ગામડી રેસ્ટોરેન્ટની સામે આવેલ ફનબ્લાસ્ટ એન્ટરટેઇન્મેન્ટ એલ.એલ.પી નામના ગેમઝોનનું લાયસન્સ કે કોઈ આધાર કે મંજુરી ન હોય જેથી ગેમ ઝોનના સંચાલક આશીષભાઈ નરેશભાઈ રાઠોડ (ઉ.વ.38, રહે.ગુલાબ વાટીકા, અમીન માર્ગ રાજકોટ) સામે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો હતો. શહેરનાં 150 ફુટ રીંગ રોડ, પરસાણા ચોક પાસે આવેલ વુપી વર્લ્ડ ગેમઝોનનું લાયસન્સ કે કોઈ આધાર કે મંજુરી ન હોય જેથી ગેમ ઝોનના સંચાલક પંકજભાઈ છગનભાઇ ખોખર (ઉ.વ.44, રહે.રાજમોતી ઓઈલ મીલ સામે, બેડીપરા શ્રમજીવી સોસાયટી, શેરી નં.-6 રાજકોટ) સામે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી કાયદસરની કાર્યવાહિ કરી હતી. શહેરનાં કુવાડવા ગામ પાસે આવેલ ક્રિષ્ના વોટર પાર્કમાં સલામતીના સાધનો અને ફાયર સેફ્ટી સર્ટીફીકેટ ન હોય જેથી તેના મેનેજર તન્મય કાનનદેવ મુખરજી (ઉ.વ.44, રહે. ક્રિષ્ના વોટર પાર્ક સ્ટાફ કવાર્ટર, કુવાડવા જી.રાજકોટ, મુળ-બેલાનગર, આદપાડા એરીયા, હાવડા જી. હાવડા પશ્ર્ચિમ બંગાળ) સામે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો હતો.